Gst collection/ નવા નાણાકીય વર્ષ પહેલાં સરકારની ભરાઈ તિજોરી, માર્ચના GST કલેક્શનથી થઈ મોટી આવક

નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે. માર્ચ 2023માં GST કલેક્શનમાં 11.5 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

Top Stories Breaking News Business
YouTube Thumbnail 2024 04 01T200541.787 નવા નાણાકીય વર્ષ પહેલાં સરકારની ભરાઈ તિજોરી, માર્ચના GST કલેક્શનથી થઈ મોટી આવક

નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે. માર્ચ 2023માં GST કલેક્શનમાં 11.5 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો GST કલેક્શન છે. મોંઘવારી દરમાં ઘટાડાની સાથે સ્થાનિક વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં GST કલેક્શનમાં વધારો થયો છે. એપ્રિલ 2023માં સૌથી વધુ GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું.

માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન રૂ. 20.14 લાખ કરોડને વટાવી ગયું છે, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.

GST કલેક્શન પર, નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “માર્ચ 2024 માટે GSTની કુલ આવક વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું છે.” તેની પાછળનું કારણ સ્થાનિક વ્યવહારોમાં 17.6 ટકાનો વધારો માનવામાં આવે છે. ટ્રાન્ઝેક્શનમાં વધારાને કારણે આ ઉછાળો નોંધાયો છે. માર્ચ મહિનામાં રિફંડ પછી GSTની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો