Not Set/ #રથયાત્રા: અષાઢી બીજનાં અમી છાટણા સાથે “ભગવાન” રથ આરૂઢ, “પહિંદ વિધિ” સાથે મુખ્યમંત્રીએ કરાવશે પ્રસ્થાન

વણ જોવાતા મુહરતનો દિવસ એટલે અષાઢી બીજ અને એમાં પણ ગુરુવાર અનેે શુભ ‘ગુરુપુષ્ય્’ યોગ અને ઉપરથી ભક્તોનો નાથ પ્રેમ, બસ પછી તો બાકી હોય જ શું. નાથ આજે જ્યારે પોતાનાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે રજવાડી ઠાઠમાઠમાં શણગાર સજીને નગરચર્યાએ નીકળશે. ત્યારે પરંપરા મુજબ ૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે 7 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ […]

Top Stories Ahmedabad Gujarat
jagannath #રથયાત્રા: અષાઢી બીજનાં અમી છાટણા સાથે "ભગવાન" રથ આરૂઢ, "પહિંદ વિધિ" સાથે મુખ્યમંત્રીએ કરાવશે પ્રસ્થાન

વણ જોવાતા મુહરતનો દિવસ એટલે અષાઢી બીજ અને એમાં પણ ગુરુવાર અનેે શુભ ‘ગુરુપુષ્ય્’ યોગ અને ઉપરથી ભક્તોનો નાથ પ્રેમ, બસ પછી તો બાકી હોય જ શું. નાથ આજે જ્યારે પોતાનાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે રજવાડી ઠાઠમાઠમાં શણગાર સજીને નગરચર્યાએ નીકળશે. ત્યારે પરંપરા મુજબ ૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે 7 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્રારા સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને પ્રસ્થાન કરાવાશે. આપને જણાવી દઇએ કે પહેલાં  મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહ પરિવાર ઉપસ્થીત રહી નાથનાં આશિર્વાદ લીધા હતા. આજે રથ પ્રસ્થાન બાદ ભગવાનને પરંપરાગત એવા ‘ખીચડી’ પ્રસાદનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનને આવકારવા માટે ભગવાનનાં મોસાળ એવા સરસપુર ખાતે પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભગવાન જગન્નાથની 142મી ‘પરંપરાગત’ નગરયાત્રા બલુન કેમેરા, CCTV, GPS, કેમેરાવાળી વાન સહિતની હાઈટેક સુવિધા સાથે નિકળશે. રથયાત્રામાં 20 હજાર કરતા વધુ પોલીસ જવાન અને 5500 જેટલા હોમગાર્ડના જવાનો ફરજ બજાવશે. રથયાત્રાના રૂટ પર 45થી વધુ સ્થળોએ 94 CCTV કેમેરાથી વોચ રાખવામાં આવશે. અઢી કિ.મી. લાંબી રથયાત્રામાં દશ ટ્રક પછી એક જીપીએસ વાન મુકવામાં આવી છે. જ્યારે રથની સાથે કેમેરા અને GPS ધરાવતી વાન રહેશે. ગતવર્ષની જેમ આ વખતે પણ ઈઝરાયલના બલૂનની સંવેદનશીલ વિસ્તારોમાં ‘નજર’ રાખવામાં આવશે. 1000 ફુટ ઉંચાઈએથી પણ આ આ બલુન કેમેરાથી વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ જોઈ શકાય છે.

રથયાત્રામાં આવા જોવા મળશે વિવિધ રંગ 
* ભગવાનનાં ત્રણ રથ
* 16 ગજરાજ
* 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતાં ટ્રકો
* 30અખાડા
* 3 રાસ મંડળી
* 18 ભજનમંડળી
* 7 મોટરકાર
* 2 રીક્ષા
* 1 ઘોડાગાડી
* 5 બેન્ડબાજા

સાથે આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.