Not Set/ દિવાળી ભેટ/ મોદી સરકારે પાંચ મોટા નિર્ણયો લઈ કરોડો નાગરિકોની દિવાળી સુધારી દીધી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોથી લઈ આમ અને ખાસ લોકોને દિવાળી ભેટ આપી છે. મોદી સરકારે બીએસએનએલને પેકેજ, રવિ પાકનાં ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો, પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સ, અનધિકૃત મકાન માલિકીનો હક્ક જેવા પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કરોડો નાગરિકોની દિવાળી સુધારી દીધી છે. આવો જાણીએ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો જેણે કરોડો નાગરિકોની […]

Top Stories India
PMMODi દિવાળી ભેટ/ મોદી સરકારે પાંચ મોટા નિર્ણયો લઈ કરોડો નાગરિકોની દિવાળી સુધારી દીધી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોથી લઈ આમ અને ખાસ લોકોને દિવાળી ભેટ આપી છે. મોદી સરકારે બીએસએનએલને પેકેજ, રવિ પાકનાં ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો, પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સ, અનધિકૃત મકાન માલિકીનો હક્ક જેવા પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કરોડો નાગરિકોની દિવાળી સુધારી દીધી છે. આવો જાણીએ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો જેણે કરોડો નાગરિકોની દિવાળી સુધારી આપી.

BSNL માટે 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર

મોદી સરકારની કેબિનેટ દ્વારા નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી સરકારી ટેલિકોમ કંપની BSNL અને MTNLને 15 હજાર કરોડનાં રિવાઈવલ પ્લાનને મંજૂરી મળી ગઈ છે. હવે આ કંપનીઓ બંધ નહી થાય કે તેને વેચવામાં પણ નહી આવે. સરકાર તેને પ્રતિસ્પર્ધી બનાવવા માંગે છે. જેથી 15000 કરોડ રૂપિયાનો સોવરેન બોન્ડ બનાવવામાં આવશે. અગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાને મોનેટાઈઝ કરાશે. શાનદાર આકર્ષક વીઆરએસ પેકેજ લાવવામાં આવશે.

પેટ્રોલ રિટેલિંગનાં નિયમ સરળ બનાવ્યા

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સને ફેરફાર કરવાની મંજૂરી મળી ગઈ છે. એવામાં આપણી પાસે પણ પેટ્રોલ પંપ ખોલવાનો અવસર રહેશે. જો તમારી પાસે વધારે પૈસા નથી અને તમારા નામે જમીન નથી તો પણ તમે પેટ્રોલ પંપ ડિલરશિપ માટે એપ્લાય કરી શકશો. હવે અન્ય કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલવા માટે ડિલરશિપ આપી શકશે. હાલનાં સમયમાં સરકારી કંપની IOC, BPCL, HPCL સહિત કુલ 7 કંપનીઓ પેટ્રોલની રિટેલિંગ કરે છે. નવા નિર્ણય બાદ હવે કુલ 250 કરોડ રૂપિયાનાં નેટવર્થવાળી કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલી શકશે. સાથે આ કંપનીઓ હવાઈ ઈંધણ – ATF પણ વેચી શકશે.

રવિ પાક ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિ પાકોનાં ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને વધારવાની મંજૂરી આપી છે. ઘઉંની MSPમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બજારનાં ભાવમાં પણ 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘઉંનાં ટેકાનો ભાવ 1840થી વધારી 1925 રૂપિયા થઈ ગયો છે. બજારમાં સમર્થન મૂલ્યમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે.

40 લાખ દિલ્હીવાસીઓને અનધિકૃત ઘરનો માલિકી હક આપ્યો

કેન્દ્રની મોદી સરકારે દિલ્હીવાસીઓને દિવાળીની ભવ્ય ભેટ આપી છે એમ કહી શકાય. મોદી સરકારે દિલ્હીમાં અનધિકૃત કોલોનીઓમાં રહેતા 40 લાખ લોકોને તેમના ઘરનો માલિકીનો હક આપવાનો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં 1797 અનધિકૃત કોલોની છે જેમાથી 40 લાખ જેટલા લોકો જે ગેરકાયદેસર અનધિકૃત રીતે રહે છે તેમને મોદી સરકાર તેમના ગેરકાયદેસર ઘરનો કાયદેસર રીતે માલિકી હક આપશે.

ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ માટે કેડર રિવ્યુને મંજૂરી

ભારત સરકારની કેબિનેટ દ્વારા ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલિસ માટે કેડર રિવ્યુને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મામલો છેલ્લાં 18 વર્ષથી કેન્દ્ર સરકાર પાસે પેન્ડીંગમાં હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેબિનેટે ગ્રુપએ જનરલ ડ્યુટી અને નોન-જનરલ ડ્યુટી કેડર રિવ્યૂને મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.