Not Set/ ક્રિકેટ/ મેદાન પર ખુદ વડાપ્રધાન ક્રિકેટરો માટે ડ્રિંક્સ લઈને આવ્યા,જીતી લીધા લાખોના દિલ

ક્રિકેટની રમતમાં ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન સામાન્ય રીતે રિઝર્વ ખેલાડી ડ્રિન્ક્સ લઈને આવતો હોય છે. ડ્રિંક્સ આપનાર ખેલાડી ટીમની બહાર હોવાથી તેનું કોઇ મહત્વ નથી હોતું. જો કે હમણાં ઓસ્ટ્રેલિયામાં એક મેચ દરમ્યાન એક એવો ખેલાડી ડ્રિંક્સ લઈને આવ્યો જેને જોઈને સ્ટેડિયમ આખું ઉભું થઈ ગયું હતું.ઓસ્ટ્રેલિયામાં મનૂકા ઓવલ ખાતે રમાયેલી એક મેચમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ […]

Top Stories Sports
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 11 ક્રિકેટ/ મેદાન પર ખુદ વડાપ્રધાન ક્રિકેટરો માટે ડ્રિંક્સ લઈને આવ્યા,જીતી લીધા લાખોના દિલ

ક્રિકેટની રમતમાં ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન સામાન્ય રીતે રિઝર્વ ખેલાડી ડ્રિન્ક્સ લઈને આવતો હોય છે. ડ્રિંક્સ આપનાર ખેલાડી ટીમની બહાર હોવાથી તેનું કોઇ મહત્વ નથી હોતું.

જો કે હમણાં ઓસ્ટ્રેલિયામાં એક મેચ દરમ્યાન એક એવો ખેલાડી ડ્રિંક્સ લઈને આવ્યો જેને જોઈને સ્ટેડિયમ આખું ઉભું થઈ ગયું હતું.ઓસ્ટ્રેલિયામાં મનૂકા ઓવલ ખાતે રમાયેલી એક મેચમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન પોતાના ખેલાડીઓ માટે 12 ખેલાડી તરીકે પાણી લઈને ગયા હતા.

ખુદ વડાપ્રધાન મેદાન પર ડ્રિંક્સ લઈને આવતા ખેલાડીઓ અને પ્રેક્ષકો પણ આશ્રયચકિત થઈ ગયા હતા.ખેલાડીઓને પાણી પીવડાવતા પીએમ મોરિસને લાખો ક્રિકેટ પ્રેમીઓના  દિલ જીતી લીધા છે અને તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.

ખેલાડીઓને પાણી પીવડાવતા પીએમ મોરિસનની તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઈ રહી છે.ગુરૂવારે શ્રીલંકન ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે પ્રેક્ટિસ મેચ રમી રહી હતી. તે દરમિયાન વડાપ્રધાન સ્કોટ મોરિસન વોટરબોયની ભૂમિકામાં મેદાન પર આવ્યા હતા. જ્યારે મોરિસન પાણી લઈને આવ્યા ત્યારે ખેલાડીઓ સહિત પ્રેક્ષકો પણ તે જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. લોકોને તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે કોઈ દેશનો વડાપ્રધાન આ રીતે ખેલાડીઓ માટે પાણી લઈને જઈ રહ્યો છે.

વડાપ્રધાન મોરિસન જ્યારે પોતાના ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યા ત્યારે શ્રીલંકન ટીમ બેટિંગ કરી રહી હતી. ખેલાડીઓએ તેમની પાસેથી પાણી લઈને પીધુ હતું. જોકે, આ મેચમાં શ્રીલંકન ટીમનો વિજય થયો હતો. શ્રીલંકન ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.