Not Set/ ઝીકા વાયરસનો પ્રકોપ, કેસની સંખ્યા વધીને થઇ 100, સરકારે રવાના કરી મેડીકલ ટીમ

રાજસ્થાનમાં ઝીકા વાયરસથી અસરગ્રસ્ત થયેલાં લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આ આંકડો 100 પર પહોચી ગયો છે. સરકારે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ(ICMR)ની ટીમને રાજ્યમાં રવાના કરી હતી. હેલ્થ મીનીસ્ટ્રી ઓફિશ્યલ દ્વારા જણાવાયું હતું કે, ઝીકા વાયરસથી અસર પામેલાં લોકોમાં 23 ગર્ભવતી મહિલાઓ છે અને બીજાં 20 નવા ઝીકા વાયરસના પોઝીટીવ કેસ બુધવારે જયપુર […]

Top Stories
zika q ઝીકા વાયરસનો પ્રકોપ, કેસની સંખ્યા વધીને થઇ 100, સરકારે રવાના કરી મેડીકલ ટીમ

રાજસ્થાનમાં ઝીકા વાયરસથી અસરગ્રસ્ત થયેલાં લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આ આંકડો 100 પર પહોચી ગયો છે. સરકારે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ(ICMR)ની ટીમને રાજ્યમાં રવાના કરી હતી.

હેલ્થ મીનીસ્ટ્રી ઓફિશ્યલ દ્વારા જણાવાયું હતું કે, ઝીકા વાયરસથી અસર પામેલાં લોકોમાં 23 ગર્ભવતી મહિલાઓ છે અને બીજાં 20 નવા ઝીકા વાયરસના પોઝીટીવ કેસ બુધવારે જયપુર અને એની આસપાસનાં બે જીલ્લામાંથી નોંધાયા હતા.

અધિકારીએ જણાવ્યું કે, ‘ICMR ની એક એકસપર્ટની ટીમ જયપુર પહોંચી ગઈ છે અને તેઓ શહેરમાં મચ્છર મારવા માટે જે જંતુનાશક વપરાય છે એને બદલશે. આ મચ્છરથી જ ઝીકા, ડેન્ગ્યું, ચિકનગુનિયાનાં વાયરસ ફેલાય છે.’

રાજ્યના હેલ્થ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ‘ઝીકા વાયરસની અસર ધરાવતા દર્દીઓની હાલત ટ્રીટમેન્ટ પછી સારી છે.’ મોટાભાગના કેસ શાસ્ત્રી નગર વિસ્તારમાંથી દાખલ થયા હતા.