Not Set/ #MeTooના વિવાદ બાદ આર્ટિસ્ટ એસોસિએશનની કમિટીમાં હશે રવિના ટંડન-સ્વરા ભાસ્કર

મુંબઇ મીટુ કેમ્પેઈનથી બોલિવૂડમાં મચેલ બબાલ બાદ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસીએશન (સીઆઈએનટીએએ) એક મહત્વનુ પગલુ ભરવા જઈ રહ્યુ છે. બોલિવૂડમાં યૌન શોષણના મામલા સામે લડવા તેમજ તેને પહોંચી વળવા માટે સીન્ટા બહુ જલ્દી એક કમિટીની રચના કરશે. અભિનેત્રી સ્વરા ભાસ્કર અને રવીના ટંડન આ કમિટીની સભ્ય હશે. સીન્ટાના મહાસચિવ સુશાંતસિંહનું કહેવુ છે કે ફિલ્મ […]

Trending Entertainment
ravi #MeTooના વિવાદ બાદ આર્ટિસ્ટ એસોસિએશનની કમિટીમાં હશે રવિના ટંડન-સ્વરા ભાસ્કર
મુંબઇ
મીટુ કેમ્પેઈનથી બોલિવૂડમાં મચેલ બબાલ બાદ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસીએશન (સીઆઈએનટીએએ) એક મહત્વનુ પગલુ ભરવા જઈ રહ્યુ છે. બોલિવૂડમાં યૌન શોષણના મામલા સામે લડવા તેમજ તેને પહોંચી વળવા માટે સીન્ટા બહુ જલ્દી એક કમિટીની રચના કરશે.
અભિનેત્રી સ્વરા ભાસ્કર અને રવીના ટંડન આ કમિટીની સભ્ય હશે. સીન્ટાના મહાસચિવ સુશાંતસિંહનું કહેવુ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા મામલા સામે લડવા માટે કેટલાક લોકો સાથે વાતચીત ચાલી રહી છે. અમે ટૂંક જ સમયમાં આ અંગે એક કમિટીની રચના કરીશું. અભિનેત્રી રેનુકા શાહણે, ફિલ્મમેકર અમોલ ગુપ્તે અને જર્નાલિસ્ટ ભારતી દુબે, પોશના વકીલ અને સાઈકોલોજિસ્ટ પણ આ કમિટીનો ભાગ હશે.
સુશાંત સિંહે જણાવ્યુ કે, સ્વરા ભાસ્કરે આ અંગે અમારી સાથે વાતચીત પણ કરી. તે આ કમિટીની મેમ્બર હશે. તે ઘણા સમયથી આવા મામલલા સામે લડવા માટે પોતાની રીતે કામ કરી રહી છે. સ્વરા ઉપરાંત આમાં વકીલ વૃંદા ગ્રોવર પણ હશે. અમે એવી કમિટી બનાવવા અંગે વિચારી રહ્યા છીએ જે યૌન હિંસાને લઈને લોકોને જાગરુત કરી શકે.