Stock Market/ આ 9 દેશોના લોકો સૌથી વધુ દુ:ખી હોય છે, ભારતનું રેન્કિંગ આશ્ચર્યજનક 

દર વર્ષે જાહેર થતો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જણાવે છે કે ક્યા દેશ સૌથી વધુ ખુશ છે અને ક્યા દેશ સૌથી વધુ દુ:ખી છે. વૈશ્વિક સ્તરે સુખનું સ્તર નક્કી કરવા માટે અનેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે,

Trending World
Beginners guide to 2024 03 13T154807.368 આ 9 દેશોના લોકો સૌથી વધુ દુ:ખી હોય છે, ભારતનું રેન્કિંગ આશ્ચર્યજનક 

દર વર્ષે જાહેર થતો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જણાવે છે કે ક્યા દેશ સૌથી વધુ ખુશ છે અને ક્યા દેશ સૌથી વધુ દુ:ખી છે. વૈશ્વિક સ્તરે સુખનું સ્તર નક્કી કરવા માટે અનેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમાં લોકોની સ્વતંત્રતા, આરોગ્ય, ભ્રષ્ટાચાર, આવક વગેરેનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સૌથી દુ:ખી દેશોની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ યાદીમાં ભારતનું રેન્કિંગ પણ ઘણું નિરાશાજનક છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ કયા આધારે તૈયાર કરવામાં આવે છે.

આ રિપોર્ટ તૈયાર કરતી વખતે મુખ્યત્વે 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે સામાજિક સુરક્ષા, આરોગ્ય, આવક, સ્વતંત્રતા, લોકોમાં ઉદારતાની લાગણી અને ભ્રષ્ટાચારની ગેરહાજરી.

વ્યક્તિને જીવનમાં ખુશ રહેવા માટે આ બધી વસ્તુઓ જરૂરી હોય છે. જે દેશ આ તમામ પરિબળોને પૂરો નથી કરતો તે દેશ સૌથી દુ:ખી દેશ ગણાય છે

વિશ્વના 9 સૌથી દુ:ખી દેશો

અફઘાનિસ્તાન

137 દેશોની યાદીમાં સૌથી ની ચલા સ્થળની સાથે વિશ્વનો સૌથી દુ:ખી અફઘાનિસ્તાન દેશ છે. તાલિબાન શાસન હેઠળ, અફઘાનિસ્તાન ઓછું આયુષ્ય, ગરીબી અને ભૂખમરાની સાથે સંઘર્ષ કરતો દેશ છે. તેમજ યુદ્ધનું મેદાન બનેલા અફઘાનિસ્તાનમાં લોકો મોંઘવારી, બેરોજગારી અને તાલિબાનના ક્રૂર શાસન વચ્ચે નિરાશાથી ભરેલું જીવન જીવવા મજબૂર છે.

લેબનોન

સૌથી દુ:ખી દેશોની યાદીમાં લેબનોન બીજા ક્રમે છે. આ દેશ સામાજિક-રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે જ્યાં લોકો સમાજ અને સરકારથી દુ:ખી છે.

સિએરા લિયોન

સૌથી વધુ દુ:ખી દેશોની યાદીમાં સિએરા લિયોન વિશ્વમાં ત્રીજા અને આફ્રિકામાં પ્રથમ ક્રમે છે. સિએરા લિયોનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે અને રાજકીય અસ્થિરતાના કારણે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સામાજિક અશાંતિ સામે ઝઝૂમી રહેલા આ દેશના નાગરિકો તેમની ખોરકની જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી.

ઝિમ્બાબ્વે

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ઝિમ્બાબ્વે ચોથા સ્થાને છે. ઝિમ્બાબ્વે પણ હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે જેના કારણે ત્યાંના લોકોમાં નિરાશા અને હતાશા જોવા મળે છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

લાંબા સમયથી સંઘર્ષ, અને રાજકીય ઉથલપાથલ, સરમુખત્યારશાહી શાસન તેમજ લોકોના બળજબરીથી સ્થળાંતરનો સામનો કરી રહેલ કોંગો સૌથી અસંતોષ દેશોની યાદીમાં પાંચમા સ્થાને છે. ચારે બાજુથી પડકારોથી ઘેરાયેલા કોંગોના લોકો દેશની પરિસ્થિતિથી અસંતોષ અને નિરાશ જોવા મળે છે.

બોત્સ્વાના

બોત્સ્વાનામાં રાજકીય-સામાજિક સ્થિરતાનો પણ અભાવ છે જેના કારણે લોકો સંતુષ્ટ નથી અને આ દેશ સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં છઠ્ઠો સ્થાન ધરાવે છે.

માલાવી

વધતી વસ્તી, બંજર જમીન અને સિંચાઈની સુવિધાના અભાવ જેવી સમસ્યાનો સામનો કરી રહેલ માલાવી દુ:ખી દેશોની યાદીમાં સાતમા સ્થાને છે. અહીંના લોકો પાસે આહાર પદાર્થોની પણ અછત જોવા મળે છે તેમજ અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. મર્યાદિત સંસાધનો વચ્ચે વધતી જતી વસ્તીનાના કારણે માલાવીના લોકોમાં નિરાશા છે.

કોમોરોસ એટલું અસ્થિર છે કે તેને ‘કૂપ કન્ટ્રી’ કહેવામાં આવે છે. અહીંના લોકો સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે ભારે નિરાશાની સ્થિતિમાં છે અને આ 8મો સૌથી દુ:ખી દેશ છે.

તાંઝાનિયા

આર્થિક, સામાજિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલું તાન્ઝાનિયા સૌથી દુ:ખી દેશોની યાદીમાં 9મા સ્થાને છે.

ભારતનું રેન્કિંગ શું છે?

ભારત ભલે આ યાદીમાં સામેલ ન હોય પરંતુ તેની સ્થિતિ પણ ઘણી સારી નથી. 137 દેશોની યાદીમાં ભારત નીચેથી 12મા ક્રમે છે, એટલે કે તે વિશ્વનો 12મો સૌથી અસંતોષ દેશ છે. ભારત વૈશ્વિક મંચ પર ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે પરંતુ હેપ્પી રિપોર્ટમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ