Not Set/ આજે યોજાશે મહિલા ક્રિકેટ ટીમના કોચના ઇન્ટરવ્યુ, આ નામો છે રેસમાં

મુંબઈ, ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી મિતાલી રાજ અને કોચ રમેશ પવાર વચ્ચે થયેલા વિવાદ બાદ મહિલા ક્રિકેટ ટીમનું કોચ પદ ખાલી પડ્યું છે, ત્યારબાદ હવે ગુરુવારે કોચની નિયુક્તિ માટે ઇન્ટરવ્યુ યોજાવાના છે. ગુરુવારે મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની સિલેકશન પેનલ આ પદ માટેના ઇન્ટરવ્યુ યોજશે. મહિલા ટીમના કોચ માટે BCCI દ્વારા મંગાવવામાં આવેલા આવેદનની […]

Top Stories Trending Sports
dc Cover 6luhricrsbp863763v4qn9e480 20180110173028.Medi આજે યોજાશે મહિલા ક્રિકેટ ટીમના કોચના ઇન્ટરવ્યુ, આ નામો છે રેસમાં

મુંબઈ,

ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી મિતાલી રાજ અને કોચ રમેશ પવાર વચ્ચે થયેલા વિવાદ બાદ મહિલા ક્રિકેટ ટીમનું કોચ પદ ખાલી પડ્યું છે, ત્યારબાદ હવે ગુરુવારે કોચની નિયુક્તિ માટે ઇન્ટરવ્યુ યોજાવાના છે.

ગુરુવારે મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની સિલેકશન પેનલ આ પદ માટેના ઇન્ટરવ્યુ યોજશે.

gary kirsten 1 આજે યોજાશે મહિલા ક્રિકેટ ટીમના કોચના ઇન્ટરવ્યુ, આ નામો છે રેસમાં
sports-indian women-team-coach-interview-gary kirsten-gibbs-and-powar-bcci

મહિલા ટીમના કોચ માટે BCCI દ્વારા મંગાવવામાં આવેલા આવેદનની વાત કરવામાં આવે તો, આ માટે અત્યારસુધીમાં ૨૮ ઉમેદવારો નામો સામે આવ્યા છે, જેમાં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન, હર્શેલ ગિબ્સ, મનોજ પ્રભાકર, વેંકટેશ પ્રસાદ અને મહિલા ટીમના પૂર્વ કોચ રમેશ પવાર સહિતના દાવેદારો શામેલ છે.

આ તમામ ૨૮ ઉમેદવારોના ઇન્ટરવ્યુ એક કમિટી કરશે, જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને શામેલ કરાયા છે.

BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, “સિલેકશન કમિટીમાં પ્રતિષ્ઠિત પૂર્વ ભારતીય ખેલાડીઓ શામેલ છે. જેથી આશા છે કે તેઓ મહિલા ટીમ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરશે”.