Not Set/ ફેસબુક દ્વારા પોતાના પ્લેફોર્મમાં ટુંક સમયમાં કરાશે આ ફેરફાર, જુઓ શું છે ખાસ

નવી દિલ્હી, દુનિયાની અગ્રણી સોશિયલ સાઈટ્સ ફેસબુક ટુંક જ સમયમાં પોતાના પ્લેફોર્મમાં ફેરફાર કરવા માટે જી રહી છે. આ ફેરફાર મુખ્યત્વે એપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે. ફેસબુકના લોકલ વાઈસ પ્રેસિડેન્ટ એલેક્સ હિમેલે જણાવ્યું, “વેબસાઈટમાં કેટલાક વિજ્યુઅલ અને બિઝનેસ પેકેજને લઇ ફેરફાર કરવામાં આવશે, જેથી યુઝર્સ આ એપ સાથે સહેલાઇથી જોડાઈ શકે”. આ ઉપરાંત […]

Trending Tech & Auto
facebook logo gazabhindi.com ફેસબુક દ્વારા પોતાના પ્લેફોર્મમાં ટુંક સમયમાં કરાશે આ ફેરફાર, જુઓ શું છે ખાસ

નવી દિલ્હી,

દુનિયાની અગ્રણી સોશિયલ સાઈટ્સ ફેસબુક ટુંક જ સમયમાં પોતાના પ્લેફોર્મમાં ફેરફાર કરવા માટે જી રહી છે. આ ફેરફાર મુખ્યત્વે એપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.

ફેસબુકના લોકલ વાઈસ પ્રેસિડેન્ટ એલેક્સ હિમેલે જણાવ્યું, “વેબસાઈટમાં કેટલાક વિજ્યુઅલ અને બિઝનેસ પેકેજને લઇ ફેરફાર કરવામાં આવશે, જેથી યુઝર્સ આ એપ સાથે સહેલાઇથી જોડાઈ શકે”.

આ ઉપરાંત યુઝર્સને સોશિયલ નેટવર્કિંગ સિવાય કેટલીક પ્રકારની અન્ય સેવાઓ આપવા તેમજ લોકો સાથે સારી રીતે જોડવા માટે ફેસબુકમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

ઉદાહરણ રીતે તમે કોઈ હોટલનું પેજ જોઈ રહ્યા છો તો ફેસબુક આપણને ટેબલ બુક કરવાનું ફિચર્સ આપશે. સાથે સાથે કંપની આવનારા દિવસોમાં અલગ-અલગ કેટેગરીવાળા પેજ માટે જુદી-જુદી ડીઝાઇન બનાવશે.

જો કે હાલમાં ફેસબુક દ્વારા ટીવી શો પેજ, રેસ્ટોરન્ટ અને લોકલ સર્વિસ પેજને બદલવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત કંપની રિકમંડેશન ફીચર માટે પણ ફેરફાર કરી રહી છે.

ફેસબુકના નવા ફેરફાર બાદ યુઝર્સને બાકી લોકો પાસેથી વધુ સારા રિવ્યુ અને ફીડબેક મળશે. ફેસબુક પોતાના જોબ્સ પ્લેટફોર્મને પણ વધારવા માટે કામ કરી રહી છે તેમજ કંપની એક લોકલ નામનું એક સેક્શન લાવી રહી છે જેમાં યુઝર આરમથી પોતાના આસપાસની પસંદગીની વસ્તુ જોઈ શકશે.

ફેસબુક દ્વારા વિજ્યુઅલ અંગે કરાઈ રહેલા ફેરફાર અંગે વાત કરવામાં આવે તો, કંપની દ્વારા હાલમાં જ ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાના એન્ડ્રોઇડ અને ios એપમાં નેવિગેશન બારને બીજી વાર બદલશે. આ ઉપરાંત નેવિગેશન બારમાં ન્યુઝ ફીડ, નોટિફિકેશન, મેનુ તો રહેશે, પરંતુ બાકીના ઓપ્શન તમારા ઉપયોગ કરવાના હિસાબથી આવશે.