Not Set/ ઝારખંડ પરિણામ પર જીગ્નેશ મેવાણીએ BJP-RSS પર સાધ્યું નિશાન, કહ્યુ-આ તો હજુ શરૂઆત છે

સોમવારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા જેમા સ્પષ્ટ થઇ ગયુ કે વધુ એક રાજ્ય ભાજપનાં હાથમાંથી નિકળી ગયુ. ઝારખંડમાં આ વખતે કોંગ્રેસ ગઠબંધનને સ્થાનિક જનતાએ પસંદ કરી છે. ત્યારે કોંગ્રેસ અને ઝારખંડની જનતાને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોથી રાજનેતાઓ અને અન્ય લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગુજરાતમાં વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ અંગે ટ્વિટ કરી […]

Top Stories Ahmedabad Gujarat
mevani 1575975888 618x347 1 ઝારખંડ પરિણામ પર જીગ્નેશ મેવાણીએ BJP-RSS પર સાધ્યું નિશાન, કહ્યુ-આ તો હજુ શરૂઆત છે

સોમવારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા જેમા સ્પષ્ટ થઇ ગયુ કે વધુ એક રાજ્ય ભાજપનાં હાથમાંથી નિકળી ગયુ. ઝારખંડમાં આ વખતે કોંગ્રેસ ગઠબંધનને સ્થાનિક જનતાએ પસંદ કરી છે. ત્યારે કોંગ્રેસ અને ઝારખંડની જનતાને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોથી રાજનેતાઓ અને અન્ય લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગુજરાતમાં વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ અંગે ટ્વિટ કરી ઝારખંડને શુભકામનાઓ પાઠવી હતી.

આ સાથે જીગ્નેશ મેવાણીએ પોતાના અન્ય ટ્વિટમાં હેમંત સોરેનને ઝારખંડમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને સાથે આરએસએસ પર નિશાનો સાંધ્યો હતો. તેમણે ટ્વિટ કરતા લખ્યુ, “ મારા મિત્ર હેમંત સોરેનને અભિનંદન! ભાજપ અને આરએસએસ વિરુદ્ધ લડાઇ ચાલુ રહેવી જોઇએ. આ માત્ર ચિંગારી છે, આવનાર આંધી છે કારણ કે આ વખતે તો સરકાર જવાની છે.”

ઉલ્લેખનીય છે કે, દેશમાં આજે એક એવો માહોલ બની ગયો છે જે આવતા ભવિષ્ય અને આવનારી પેઢી માટે એક શ્રાપ બરાબર માનવામાં આવી રહ્યો છે. આજે દેશમાં યુવા રસ્તે ઉતરી આવ્યો છે, પોતાના હકની વાતો કરતો જોવા મળી રહ્યો છે, દેશનાં અસલ અને ભૂમિગત મુદ્દાઓનાં સવાલો સરકારને પુછી રહ્યો છે, ત્યારે શું સરકાર તરફથી કોઇ યોગ્ય જવાબ મળે છે ખરા? જવાબ મળશે ના… ત્યારે ઝારખંડની જનતાએ સરકારને આ પરિણામ મારફતે સાઇલન્ટ ઝટકો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.