Not Set/ ઝારખંડની જનતાએ ભાજપનાં વિભાજનકારી એજન્ડાને કર્યો પસ્ત : સોનિયા ગાંધી

ઝારખંડમાં અંતે સામે આવેલા પરિણામ બાદ સ્પષ્ટ થઇ ગયુ કે ભાજપે અહી સત્તા ગુમાવી દીધી છે. મુખ્યમંત્રી રઘુબરદાસે રાજ્યપાલને પોતાનુ રાજીનામું સુપરત કરી દીધુ છે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સાથી પક્ષો અને પક્ષનાં નેતાઓ […]

Top Stories India
SONIAGANDHI ઝારખંડની જનતાએ ભાજપનાં વિભાજનકારી એજન્ડાને કર્યો પસ્ત : સોનિયા ગાંધી

ઝારખંડમાં અંતે સામે આવેલા પરિણામ બાદ સ્પષ્ટ થઇ ગયુ કે ભાજપે અહી સત્તા ગુમાવી દીધી છે. મુખ્યમંત્રી રઘુબરદાસે રાજ્યપાલને પોતાનુ રાજીનામું સુપરત કરી દીધુ છે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સાથી પક્ષો અને પક્ષનાં નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપતા કહ્યું કે, રાજ્યનાં લોકોએ ભાજપનાં વિભાજનકારી એજન્ડાને પરાજિત કરી દીધા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સાથી પક્ષો અને પક્ષનાં નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, રાજ્યનાં લોકોએ ભાજપનાં “વિભાજનકારી કાર્યસૂચિ” ને હરાવી છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરવા માટે ઝારખંડની જનતાનો આભાર માન્યો હતો. તેમણે હેમંત સોરેન, સહયોગી પક્ષો અને કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

સોનિયાએ કહ્યું કે, આ જીત ખૂબ જ વિશેષ છે અને સમકાલીન મહત્વની છે. ઝારખંડનાં લોકો ભાજપનાં વિભાજનકારી એજન્ડાને હરાવવા બદલ વિશેષ આભાર અને અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે, આ આદેશ સાથે, લોકોએ જાતિ અને ધર્મનાં આધારે સમાજને વિભાજીત કરવાના ભાજપનાં પ્રયાસને પરાજિત કરેલ છે.

નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) ની રજૂઆત બાદ દેશવ્યાપી પ્રદર્શન વચ્ચે ઝારખંડનાં ચૂંટણી પરિણામો આવ્યા હતા. સીએએ આવ્યા બાદ રાજ્યમાં 48 બેઠકો પર વોટ પડ્યા હતા, આ કારણે તેને ચૂંટણી પરિણામને સીએએ પર પણ આવેલ જનાદેશની રીતે જોવામાં આવી રહેલ છે. આ પરિણામની અસર રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) વિશે ભાજપનાં વિચાર પર પણ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.