Loksabha Election 2024/ દિલ્હી બાદ આપ અને કોંગ્રેસ પક્ષ ગુજરાત અને હરિયાણામાં સાથે મળી લોકસભા ચૂંટણી લડવાની કરી તૈયારીઓ

કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને લડવાના મૂડમાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

Top Stories India
Beginners guide to 21 2 દિલ્હી બાદ આપ અને કોંગ્રેસ પક્ષ ગુજરાત અને હરિયાણામાં સાથે મળી લોકસભા ચૂંટણી લડવાની કરી તૈયારીઓ

કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને લડવાના મૂડમાં છે. INDIA ગઠબંધનમાંથી નીતિશ કુમારે સાથ છોડવા છતાં કોંગ્રેસ હાર માનવા તૈયાર નથી. કોંગ્રેસ અત્યારે ‘થોડા મેરા-થોડા તુમ્હારા’ નો રાગ આલાપતા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે મળી લોકસભા ચૂંટણી લડશે. જેના બાદ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી સાથે શીટ શેરિંગ મામલે બંને પક્ષોએ સહમતિ સાધતા જોવા મળ્યા. ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં અન્ય પક્ષો સાથે સાંધા જોડવાનો પ્રયાસ સફળ રહેતા અન્ય રાજ્યોમાં પણ આ નીતિ અપનાવતા કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની તૈયારીઓ તેજ કરી છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને બંને પક્ષો ટૂંક સમયમાં સીટ વહેંચણી અંગે જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હી અને અન્ય કેટલાક રાજ્યોમાં બેઠકોની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને બંને પક્ષો ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે.

કઈ પાર્ટી કઈ સીટ પર ચૂંટણી લડશે

સુત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે સહમતી બની છે કે કઈ પાર્ટી કઈ સીટ પર ચૂંટણી લડશે. AAP સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને નવી દિલ્હી લોકસભા બેઠકો પરથી ઉમેદવારો ઉભા કરશે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તર પૂર્વ દિલ્હી બેઠકો પરથી ચૂંટણી લડશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે.

Opposition INDIA bloc's key members, AAP and Congress at loggerheads in  Punjab - India Today

ગત લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP)એ જીતી હતી. પ્રાપ્ત સૂત્રો મુજબ કોંગ્રેસે હરિયાણામાં એક અને ગુજરાતમાં બે સીટ આમ આદમી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે હરિયાણામાં આમ આદમી પાર્ટી ગુરુગ્રામ અથવા ફરીદાબાદ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જ્યારે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર લોકસભાની બેઠકો આમ આદમી પાર્ટી પાસે જઈ શકે છે.

AAPએ ગોવામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર અને પુત્રીને ભરૂચથી ટિકિટના દાવેદાર માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે (21 ફેબ્રુઆરી) કહ્યું હતું કે ગઠબંધન અંગેની વાતચીતમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે આગામી એક-બે દિવસમાં તાજેતરની ઘટનાઓનો સંકેત પણ આપ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે ગોવાના બેનૌલિમના ધારાસભ્ય વેંજી વિએગાસને દક્ષિણ ગોવા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેમણે ભરૂચ લોકસભા બેઠક પરથી પક્ષના ધારાસભ્ય ચૈત્રા વસાવા અને ભાવનગર બેઠક પરથી ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને પક્ષના ઉમેદવાર જાહેર કર્યા હતા.

આ પહેલા આમ આદમી પાર્ટીએ આસામમાં તેના ત્રણ લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી. દિબ્રુગઢથી મનોજ ધનોવર, ગુવાહાટીથી ભાબેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિ રાજને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત