Not Set/ આરબીઆઇએ રેપોરેટમાં 0.25% નો ઘટાડો કર્યો, હોમ,કાર સહિતની લોન થશે સસ્તી

મુંબઇ, અર્થશાસ્ત્રીઓના સૂચનો અને બાજારને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ નવા નાણાંકીય વર્ષની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપોરેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા રેપો રેટ 6 ટકા થયો છે. જે અગાઉ 6.25 ટકા હતો. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતી. અગાઉ ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 […]

Top Stories India Trending Business
Shaktikant Das આરબીઆઇએ રેપોરેટમાં 0.25% નો ઘટાડો કર્યો, હોમ,કાર સહિતની લોન થશે સસ્તી

મુંબઇ,

અર્થશાસ્ત્રીઓના સૂચનો અને બાજારને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ નવા નાણાંકીય વર્ષની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપોરેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા રેપો રેટ 6 ટકા થયો છે. જે અગાઉ 6.25 ટકા હતો. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતી. અગાઉ ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો હતો.

આ લોનના ઇએમઆઇમાં થશે ઘટાડો

રેપો રેટમાં ઘટાડો થવાને કારણે બેન્કોને સસ્તી લોન મળે છે. જેથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તા દરે લોન આપી શકે છે. ગત વખતે બેન્કોએ વ્યાજ દરોમાં એટલો ઘટાડો કર્યો ન હતો, જેટલો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.  પરંતુ હવે આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાને કારણે ખાસ કરીને હોમ, કાર, પર્સનલ, એજ્યુકેશન લોન જેવી લોન સસ્તી થશે. નિષ્ણાતો અનુસાર અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને રેપો રેટમાં ઘટાડો કરવો અનિવાર્ય હતો.

અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ બેઠક

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બુધવારના રોજ શરૂ થઇ ચૂકી છે. આ પ્રવર્તમાન નાણાકીય વર્ષની પ્રથમ બેઠક હોવાથી તેનુ અર્થતંત્રની દૃષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે.

કાબૂમાં છે મોંઘવારી દર

આર્થિક નિષ્ણાતો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓને મતે હાલમાં મોંઘવારી દર કાબૂમાં છે. તેની સાથોસાથ ઔધોગિક ઉત્પાદનની ગતિ પણ મંદ જોવા મળી રહી છે ત્યારે વ્યાજદરોમાં કાપ મુકવા માટે ઉત્તમ સમય છે.