Not Set/ રાહુલ ગાંધીનો PM મોદી પર પલટવાર,જાણો શું કહ્યું…..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી તેમના નિશાના પર રહી હતી

Top Stories India
CONGRESSSS રાહુલ ગાંધીનો PM મોદી પર પલટવાર,જાણો શું કહ્યું.....

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીના ભાષણ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસથી ડરે છે, કોંગ્રેસ સાચું બોલે છે. તેમનો આખો માર્કેટિંગ બિઝનેસ છે. એટલા માટે જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે, તેથી અંદર ડર હોવો જોઈએ, આ ડર સંસદમાં દર્શાવવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનનું સમગ્ર ભાષણ કોંગ્રેસ વિશે હતું. તેઓએ શું કર્યું, શું ન કર્યું તેની ચર્ચા કરતા રહ્યા. તેમનું ભાષણ જવાહરલાલ નેહરુ વિશે હતું. તેમણે ભાજપ દ્વારા આપવામાં આવેલા વાયદાઓ વિશે કશું કહ્યું ન હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પરદાદાએ દેશની સેવા કરી, તેમણે આખી જિંદગી આ દેશ માટે આપી દીધી. મારા પરદાદા માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગૃહમાં 3 વાત કહી હતી, પરંતુ વડાપ્રધાને કોઈ વાતનો જવાબ આપ્યો ન હતો. કોવિડ વિશે મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડથી ખતરો છે અને કોઈએ મારી વાત સાંભળી નહીં. મેં ગૃહમાં કહ્યું છે કે પાકિસ્તાન અને ચીન તરફથી ખતરો છે અને તેને ગંભીરતાથી લેવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી તેમના નિશાના પર રહી હતી. લગભગ દોઢ કલાકના ભાષણમાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ છે. આજે કોંગ્રેસ ટુકડે ટુકડે ગેંગની લીડર બની ગઈ છે. તેમણે કહ્યું કે અંગ્રેજો ચાલ્યા ગયા છે, પરંતુ કોંગ્રેસે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.