ગુજરાત/ પૂર્વ MLA છબીલ પટેલ, દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આશરે ત્રણ વર્ષે પૂર્વે દિલ્હીમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી રોઝ એવન્યુ કોર્ટ દ્વારા છબીલ પટેલ સામે કોઈ પુરાવા કે તથ્ય નહિ મળી આવતા તેમણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

Top Stories Gujarat
Untitled 24 4 પૂર્વ MLA છબીલ પટેલ, દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
  • પૂર્વ MLA છબીલ પટેલ સામે દુષ્કર્મનો કેસ
  • દિલ્હીમાં 2018માં દાખલ થયો હતો કેસ
  • દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
  • આરોપોમાં કોઇ તથ્ય ન હોવાથી નિર્દોષ છુટકારો
  • અગાઉ રેકી કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા

આશરે ત્રણ વર્ષે પૂર્વે દિલ્હીમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી રોઝ એવન્યુ કોર્ટ દ્વારા છબીલ પટેલ સામે કોઈ પુરાવા કે તથ્ય નહિ મળી આવતા તેમણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, વર્ષ 2018 માં ગુજરાતની જ એક વિધવા મહિલા દ્વારા છબીલ પટેલ સામે દિલ્હીની દ્વારકા પોલીસ મથકે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી.  તેની પોતાની ફરિયાદમાં જણાવ્યું હ તું કે, એક સામાજિક કાર્યક્રમમાં પોતે છબીલ પટેલને મળી હતી. અને ગરીબોના ઉત્થાન માટે એક NGOદિલ્હીમાં શરૂ કરવાના કામે પોતે દિલ્હી આવ્યા હોવાનું જણાવી તેણી સાથે સંપર્ક કેળવ્યો હતો. અને તેને અમદાવાદથી દિલ્હી લઈને આવ્યા હતા. અને દ્વારકા પોલીસ મથકની હદમાં તેણીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. અને દરમિયાન તેણીના અશ્લીલ ફોટો પણ પડ્યા હતા. અને આ ફોટા બતાવી તેણીને બ્લેકમેલ કરતાં હતા.

જો કે કોર્ટમાં છબીલ પટેલે જણાવ્યું હતું કે પોતે આ મહિલાને ક્યારેય મળ્યા જ નથી. અને ક્યારેય ફોન ઉપ પણ વાત કરી નથી. પોતાના રાજકીય પ્રતિસ્પર્ધી જયંતી ભાનુશાળી ના ઇશારે આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુરાવા દુપએ છબીલ પટેલે ઘટના સમયે પોતાના ગુજરાત માં હોવામાં પુરાવા આપ્યા હતા. ગૂગલ મેપના લાઈવ લોકેશન અને નાણાકીય  લેવડ-દેવડ ના હિસાબી પુરાવા પણ તેમણે રજૂ કર્યા હતા. સાથે બે માંથી એકે ના ફોનમાં કોઈ પણ પ્રકારની વાતચીતના પુરાવા પણ પોલીસને મળ્યા નથી.

Covid-19 / રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, પરંતુ મોતનો આંક હજુ પણ ચિંતાજનક

ગુજરાત / રાજ્યમાં આજે વેકસીનેશન આંક 10 કરોડને પાર પહોંચ્યું :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?