મારું મંતવ્ય/ કોંગ્રસના ચાણક્ય અને દિગ્ગજ રણનિતીકાર એટલે અહેમદ પટેલનો સમગ્ર રાજકારણમાં ભારે દબદબો હતો

કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા રણનિતીકારમાં સામેલ અહેમદ પટેલ હવે નથી રહયા. ત્યારે તમામ મોટા નેતાઓ તેમને યાદ કરી રહયા છે. કોંગ્રેસ પાર્ટી માટે તેમનો સંઘર્ષ અને યોગદાનની પણ વાત થઇ રહી છે.

Top Stories Mantavya Vishesh
robo dainasor 10 કોંગ્રસના ચાણક્ય અને દિગ્ગજ રણનિતીકાર એટલે અહેમદ પટેલનો સમગ્ર રાજકારણમાં ભારે દબદબો હતો

કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા રણનિતીકારમાં સામેલ અહેમદ પટેલ હવે નથી રહયા. ત્યારે તમામ મોટા નેતાઓ તેમને યાદ કરી રહયા છે. કોંગ્રેસ પાર્ટી માટે તેમનો સંઘર્ષ અને યોગદાનની પણ વાત થઇ રહી છે.

ચાર દાયકાની જવલંત સફર

કોંગ્રસના ચાણક્ય અને દિગ્ગજ રણનિતીકાર એટલે અહેમદ પટેલ. માત્ર કોંગ્રેસમાં જ નહી સમગ્ર રાજકારણમાં તેમનો ભારે દબદબો હતો. પણ તેમણે આજીવન સંગઠન માટે કામ કર્યું. કયારેય તેમને પદની લાલસા નહોતી રહી.

Great friend, irreplaceable comrade: Congress leaders remember Ahmed Patel  - india news - Hindustan Times

૩ વખત લોકસભા અને પાંચ વખત રાજયસભાના સદસ્ય હોવા છતાં ક્યારેય તેઓ લાઇમલાઇટમાં આવતા ન હતા. અને એજ તેમની ખુબી હતી. ગમે તેટલા વ્યસ્ત હોય પણ તેમને મળવા આવનાર દરેક વ્યક્તિ સાથે તેઓ મુલાકાત કરતાં. અહેમદભાઇ કોઇપણ જાતના ભેદભાવ વિના તમામની સાથે સંબંધ રાખતા હતા. સાદાઇની પ્રેરણા અને મદદ માટે મસીહા હતા અહેમદભાઇ પટેલ.

Ahmed Patel Passes Away:

અહેમદ પટેલ વિશે એક વાત ઘણી પ્રખ્યાત છે. કે જો કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિએ તેમની પાસે જયારે પણ મદદ માંગી છે, તો તે કયારેય નિરાશ થયો નથી. મુસીબતમાં પોતાના મિત્રોને તેમણે ક્યારેય એકલા મુકયા નથી. દરેક ઇદ પર તેમના ઘરે મેળાવડો લાગતો. ભલે તે ગમે તેટલા વ્યસ્ત હોય પણ જયારે પણ કોઇને મળતા તો તેનો એહસાસ તેઓ કયારેય કરાવતા ન હતા. કે તેઓ કેટલા મહત્વના અને વ્યસ્ત નેતા છે.

Ahmed Patel: Congress loses its key strategist, troubleshooter and  consensus-building man- The New Indian Express

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના કરીબી અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા હતા. પાર્ટી માટે વિકાસનું કામ હોય કે કોઇ સંકટમાંથી બહાર લાવવાનું કામ હોય અહેમદ પટેલ તેમાં માહિર હતા. અને એટલા માટે જ અહેમદ પટેલે પોતાને રાજકીય જીવનમાં મંત્રી બનાવવાને બદલે કોંગ્રેસ પાર્ટીની બેકડોર મેનેજરની ભૂમિકામાં રાખ્યા.

In Ahmed Patel, lost an irreplaceable comrade, a faithful colleague: Sonia  Gandhi - NewsTube

અહેમદ પટેલ કોંગ્રેસના એક એવા નેતા રહયા જે હંમેશા ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર રહયા. ઇન્દિરાગાંધીના સમયમાં રાજકીય સફર શરૂ કરીને તેમનો રાજીવગાંધી સાથે પણ ખુબ નજીકનો સંબંધ રહયો. અને પછી સોનિયાગાંધીના સમયમાં પણ યથાવત રહયો. રાજકીય જીવનમાં અનેક ઉતારચઢાવ સાથે અહેમદભાઇ અડગ રહયા.

સત્તાના કેન્દ્રમાં રહેવા છતાં ઝાકમઝોળથી અહેમદભાઇ દુર રહેતા હતા. તેઓ કોઇ ટીવી ચેનલ પર દેખાતા ન હતા. રાજકારણથી દુર તેમને સાદગીનું જીવન પસંદ હતું.  1976માં અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી. જોકે તેમના બંને બાળકો કોંગ્રેસ કે કોઈપણ રાજકારણથી ખૂબ જ દૂર રહ્યાં છે.

ભાજપ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને ચૂંટણી ઇનચા…

Coronavirus / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,  ટ્વિટ…

ગુજરાત / આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની…

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …

#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…