સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા પ્રદેશ ભાજપે ટીમ જાહેર કરી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બે દિવસીય ચિંતન શિબિર બાદ ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને ચૂંટણી ઇનચાર્જની નિયુક્તિ કરી છે. જેમાં ભાજપના સિનિયર નેતા આઇ.કે.જાડેજાની પ્રદેશ ચૂંટણી ઇનચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. ભાર્ગવ ભટ્ટ અને મહેશ કસવાલાની પણ પ્રદેશ ઇલેક્શન ઇનચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પાંચ નેતાની પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મુખ્યપ્રવક્તા તરીકે ભરત પંડ્યાની નિયુક્તિ થઇ છે. અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલની પણ પ્રદેશ પ્રવક્તા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 5 ઝોન પ્રવક્તાની નિયુક્તિ કરવામાં આવી છે.
જેમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલને ઉત્તર ઝોનના પ્રવકતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે રાજુ ધ્રુવ અને દક્ષિણ ઝોનના પ્રવક્તાતરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ઇલેક્શન ઇનચાર્જમાં દરેક જિલ્લામાં 2 ઇનચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 1 સરકાર અને 1 સંગઠનના પ્રતિનિધિનો સમાવેશ કરી આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સહિતની આવનારી તમામ ચૂંટણી જીતીને વિધાનસભા 2022 મિશનને પાર પાડવાનો ભાજપનો સંકલ્પ છે.
Coronavirus / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત, ટ્વિટ…
ગુજરાત / આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની…
dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…
#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …
#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
