Rajkot Aawas Scam/ રાજકોટમાં આવાસ ક્વાર્ટર્સ કૌભાંડ, બે કોર્પોરેટરોના પતિ સામે ચીંધાતી આંગળી

સરકારના સ્વચ્છ વહીવટના દાવાઓ વચ્ચે પણ જ્યાં મલાઈ ખાવાની તક મળે તેને મળતિયાઓ છોડતા નથી. રાજકોટમાં જબરદસ્ત મોટુ આવાસ કૌભાંડ બહાર આવ્યું છે. આ આવાસ કૌભાંડ ભાજપના બે કોર્પોરેટરોએ નહીં પણ તેમના પતિએ આચર્યુ હોવાની અટકળોએ વેગ પકડ્યો છે.

Top Stories Gujarat
Beginners guide to 61 રાજકોટમાં આવાસ ક્વાર્ટર્સ કૌભાંડ, બે કોર્પોરેટરોના પતિ સામે ચીંધાતી આંગળી

રાજકોટઃ સરકારના સ્વચ્છ વહીવટના દાવાઓ વચ્ચે પણ જ્યાં મલાઈ ખાવાની તક મળે તેને મળતિયાઓ છોડતા નથી. રાજકોટમાં જબરદસ્ત મોટુ આવાસ કૌભાંડ (Aawas Scam) બહાર આવ્યું છે. આ આવાસ કૌભાંડ ભાજપના બે કોર્પોરેટરોએ નહીં પણ તેમના પતિએ આચર્યુ હોવાની અટકળોએ વેગ પકડ્યો છે.

રાજકોટના બે કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ મનસુખ જાદવ અને કવા ગોલતરે કોર્પોરેશનની અંદર સેટિંગ કરીને આ કૌભાંડ આચર્યુ હોવાનું માનવામાં આવે છે. તેમણે ગરીબોનો મકાનમાં રહેવાનો અધિકાર પણ ઝૂંટવી લીધો છે. રાજકોટ આવાસ યોજનાના આ મકાનો ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો માટે બનાવવામાં આવ્યા હતા.

સમગ્ર રાજકોટમાં ગોકુલનગરના આવાસ કૌભાંડની ચર્ચા થઈ રહી છે. આમ ગરીબોનો હક્ક મારી ખાવા બદલ બંને કોર્પોરેટરનું સમગ્ર રાજકોટમાં થુથુ થઈ જવા પામ્યું છે. રાજકોટના લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. સંત કબીર માર્ગ પર આવેલા ગોકુલનગર આવાસનો ગઇકાલે ડ્રો થયો હતો.

આ બંને કોર્પોરેટરોના પતિએ પાંગળો બચાવ કરતા જણાવ્યું હતું કે આવાસ યોજનાના ડ્રો ઓનલાઇન થયા છે. આથી કોઈપણ પ્રકારનું કૌભાંડ જ થયું નથી, આવું કોઈપણ પ્રકારનો કૌભાંડ થયાની શક્યતા જ નથી. વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો કરવામાં આવ્યો હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ઝૂંપડપટ્ટીવાસીઓની ઝૂંપડપટ્ટી હટાવીને તેમના માટે આ મકાન બનાવવામાં આવ્યા હતા.

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે બંને કોર્પોરેટરોના પતિઓએ વીસેક લાભાર્થીઓના મકાનના બદલે પોતાના મળતિયાના નામ ઘૂસાડી દીધા છે. જ્યારે વાસ્તવમાં આ ડ્રો જેનું નામ લાગ્યું હતું તેને આપવામાં આવ્યો નથી, હવે ડ્રોમાં નામ આવ્યું હોવા છતાં પણ મકાનની ફાળવણી ન થતાં તે વ્યક્તિની ફરિયાદના પગલે સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉઠ્યો છે. આ તો ફક્ત એક જ આવાસ યોજનાના કૌભાંડની વાત થઈ. રાજકોટમાં આવી બાકીની આવાસ યોજનાઓમાં પણ શું આ જ સ્થિતિ હશે, ગરીબોના હક્કનું પણ આ લોકો જતું નહીં કરે.

એકબાજુએ પીએમ મોદી ગરીબોના હક્કની વાતો કરે છે, તેમના માટે ગરીબ આવાસ યોજના લોન્ચ કરે છે, પણ તેમના જ પક્ષના લોકો ભ્રષ્ટાચાર કરીને ગરીબોના હક્કનું પણ જમી જાય છે. આમ પક્ષના જ ભ્રષ્ટાચારીઓ શું પીએમ મોદીની વાતોને પણ ઘોળીને પી ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ