Not Set/ મોરબી : સિંચાઈ પાણી માટે માળિયાના ખેડૂતોનું સોમવારથી ઉપવાસ આંદોલન

માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ના હોય રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવીને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ખેડૂતો પાણી પ્રશ્ને આંદોલન  કરી ચુક્યા છે. માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે […]

Top Stories Gujarat Others
Sardar Sarovar Canal with flow 1 મોરબી : સિંચાઈ પાણી માટે માળિયાના ખેડૂતોનું સોમવારથી ઉપવાસ આંદોલન

માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ના હોય રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવીને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ખેડૂતો પાણી પ્રશ્ને આંદોલન  કરી ચુક્યા છે.

માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના નર્મદા શાખા નહેરમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તા. 23/10 પછી 06/11 અને 12/11 ના પત્ર દ્વારા નીતિનભાઈ પટેલને અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પાણી વધારવાને બદલે પાણી ઘટાડવાના આદેશો કરવામાં આવ્યા હતા.

માળિયા તાલુકાના ખેડૂતોને પ્રતિપાદિત થયું કે માળિયા તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળે. તેથી તા. 19 ને સોમવારે રેલી સ્વરૂપે ખાખરેચી ગામથી શાખા નહેર સુધી જશે અને માળિયા તાલુકાના લાભાર્થી ગામોના ખેડૂતો ત્રણ દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે.