Not Set/ વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 4.37 કરોડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલી મોટી સંખ્યામાં કેસ

આજે વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો આજે વિશ્વમાં 4.37 કરોડ કેસ સામે આવી ચુક્યા છે.

Top Stories World
ipl2020 96 વિશ્વમાં કોરોનાનાં કુલ કેસ 4.37 કરોડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલી મોટી સંખ્યામાં કેસ

આજે વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો આજે વિશ્વમાં 4.37 કરોડ કેસ સામે આવી ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા લગભગ 69 હજાર કેસ, બ્રિટેનમાં 24 કલાકમાં નવા 20 હજાર કેસ સામે ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનાં 4.11 લાખ કેસ સામે આવ્યા છે.

બ્રિટેનનાં કેટલાક શહેરોમાં કોરોના વાયરસનાં કેસોમાં જોરદાર આવેલી તેજી વચ્ચે કડક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે પણ કોરોનાનાં વધતા જતા કેસોનાં પગલે ચેપને કાબૂમાં લેવા પ્રયત્નો તેજ કર્યા છે. વેલ્સ, ગ્રેટર માન્ચેસ્ટર, લિવરપૂલ સિટી, લંન્કાશાયર, સાઉથ યોર્કશાયર અને સ્કોટલેન્ડમાં પણ બહાર નીકળવા પર પ્રતિબંધ છે.

અમેરિકામાં કોરોનાવાયરસનો ફેલાવો ઓછો થવાને બદલે, સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, રોગચાળો શરૂ થયા પછી અહીં નોંધાયેલા કેસોની સંખ્યા સૌથી વધુ છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે, અમેરિકન ચૂંટણીનાં ફાયદા માટે કોરોનાને નબળા કરવાના દાવા કરવામાં આવી રહ્યા હોવા છતાં, વાસ્તવિક પરિસ્થિતિ એકદમ ગંભીર છે.