Not Set/ FBની જ સહમાલિકી હેઠળની કંપનીના કો-ફાઉન્ડરે શા માટે કહ્યું કે, “ફેસબુકને ડિલીટ કરી દેવું જોઈએ”, વાંચો

કેલિફોર્નિયા, વિશ્વની લોકપ્રિય મેસેન્જર એપ્લીકેશન વોટ્સએપના કો-ફાઉન્ડર દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ દુનિયામાં એક ચર્ચાનો વિષય બની ગયું છે.  ફેસબુકની સહમાલિકી હેઠળની કંપનીના કો-ફાઉન્ડર બ્રાયન એકટને પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “હવે ફેસબુક ડિલીટ કરવાનો સમય આવી ગયો છે”. https://twitter.com/brianacton/status/976231995846963201 વોટ્સએપ એ ફેસબુકની સહમાલિકી હેઠળની જ કંપની છે ત્યારે તેના કો- ફાઉન્ડર દ્વારા પોતાની માલિકીની […]

Top Stories
Brian Acton FBની જ સહમાલિકી હેઠળની કંપનીના કો-ફાઉન્ડરે શા માટે કહ્યું કે, "ફેસબુકને ડિલીટ કરી દેવું જોઈએ", વાંચો

કેલિફોર્નિયા,

વિશ્વની લોકપ્રિય મેસેન્જર એપ્લીકેશન વોટ્સએપના કો-ફાઉન્ડર દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ દુનિયામાં એક ચર્ચાનો વિષય બની ગયું છે.  ફેસબુકની સહમાલિકી હેઠળની કંપનીના કો-ફાઉન્ડર બ્રાયન એકટને પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “હવે ફેસબુક ડિલીટ કરવાનો સમય આવી ગયો છે”.

https://twitter.com/brianacton/status/976231995846963201

વોટ્સએપ એ ફેસબુકની સહમાલિકી હેઠળની જ કંપની છે ત્યારે તેના કો- ફાઉન્ડર દ્વારા પોતાની માલિકીની એપ્સ ડિલીટ કરવા માટે શા માટે જણાવવામાં આવ્યું તે અંગે લોકોમાં પણ અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યા છે.

વિશ્વમાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે વોટ્સએપના કો- ફાઉન્ડર દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું ?. ટ્વીટમાં માત્ર તેઓએ એક લાઈન જ લખી છે જેમાં ફેસબુક ડિલીટ કરવાની જ વાત છે. આ સિવાય તેઓએ પોતાના ટ્વીટમાં ફેસબુક શા માટે ડિલીટ કરવામાં આવે તે અંગે કઈ પણ લખ્યું છે કે કોઈ કારણ પણ જણાવવામાં આવ્યું નથી.

હકીકતમાં આ ટ્વીટ અંગે જે અનેક તર્ક-વિતર્ક સામે આવવાનું કારણ ફેસબુક ડેટા લીક થવાનો મામલો છે, ફેસબુકના કો- ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને ફેસબુક ડેટા લીક થવાના કારણે એક જ દિવસમાં ૬.૬ બિલિયન ડોલરનું નુકશાન થયું હતું.

મહત્વનું છે કે, ફેસબુક ડેટા લીક મામલો એ કેમ્બ્રિજ એનાલિટીકા ફર્મ સાથે જોડાયેલુ છે તેઓએ ગેરકાયદેસર રીતે ફેસબુકના કરોડો યુઝરોના ડેટા સાથે છેડ-છાડ કરીને ૨૦૧૬આ યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરી હતી અને આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો પહોચાડ્યો હતો. જો કે ત્યારબાદ ફેસબુક દ્વારા આ મામલાની તપાસ માટે એક ડિજિટલ ફોરેન્સિક એજેન્સીને પણ હાયર કરી છે.

ડેટા લીકના રિપોર્ટ પછી ફેસબુકના શેરોમાં ૧૦ ટકાનો ઘટાડો આવ્યો હતો જેથી માર્ક ઝુકરબર્ગ સહિત ફેસબુકના શેર હોલ્ડર્સનું ખૂબ નુકશાન થયું હતું.

તમને જણાવી દઈએ કે, ૨૦૧૪માં સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે વોટ્સએપને ૧૯ મિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી. વોટ્સએપ મેસેન્જરની શોધ કરનાર બે વ્યક્તિઓમાં બ્રાયન એક્ટેન અને જેન કુમ શામેલ છે. જેમાંથી જેન કુમ વોટ્સએપનું અધિગ્રહણ થયા બાદ પણ તેઓ આ મેસેન્જર સાથે જોડાયેલા છે જયારે બ્રાયન એક્ટેન અ આ વર્ષની શરૂઆતમાં પોતાના એક ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી અને આ કારણે તેઓએ ફેસબુક છોડી દીધું હતું.