સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં માત્ર આંખના એક ઈશારા પર લાખો લોકોના દિલ ઘાયલ કરનાર ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર રેકોર્ડ પર રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. નેશનલ ક્રશ બનેલી આ અભિનેત્રીએ સર્ચ કરવા મામલે બોલીવુડની સન્ની લિયોન, દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે ત્યારે હવે આ મલયાલમ એક્ટ્રેસે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયા પ્રકાશે દુનિયાના સૌથી પ્રખ્યાત વ્યક્તિ અને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને મામલે પાછળ છોડ્યા છે.
વાત કરી રહ્યા છીએ નેશનલ ક્રશ બનેલી પ્રિયા પ્રકાશના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટની. આ મલયાલમ અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામમાં ફોલોઅર્સના મામલે ફેસબુકના CEOને પાછળ છોડ્યા છે. પ્રિયા પ્રકાશના ઈંસ્ટાગ્રામ પર ૪.૫ મિલિયન (૪૫ લાખ) ફોલોઅર્સ ધરાવે છે જયારે માર્ક ઝુકરબર્ગના ઈંસ્ટાગ્રામ પર ૪ મિલિયન (૪૦ લાખ) ફોલોઅર્સ છે.


તમને જણાવી દઈએ કે, સોશિયલ સાઇટ્સ ઈંસ્ટાગ્રામની માલિકી કંપની ફેસબુક છે અને આ પ્લેટફોર્મ પર માલિકને પાછળ છોડનાર પ્રિયા પ્રકાશે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે.
https://youtu.be/Llxu8zkGeSw
મહત્વનું છે કે, બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડીયો ગત ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ પહેલા વાઈરલ થયો હતો અને આ વિડીયોએ દેશભરમાં ધૂમ મચાવી હતી અને ગણતરીના કલાકોમાં આ અભિનેત્રીએ નેશનલ ક્રશ બની ગઈ હતી.

૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા મલયાલમ ફિલ્મ “ઉરુ અદર” લવથી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ ૩ માર્ચના રોજ રિલીઝ થવાની છે પરંતુ વિડીયોના લીધે ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના ઘણા વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.
