Not Set/ ટ્રમ્પનો મોટો ખુલાસો, ભારત દ્વારા આપવામાં આવેલ આ દવાનું હુ રોજ કરું છે સેવન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, તેઓ એન્ટી મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું સેવન કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુએસ નિષ્ણાતો અને નિયમનકારોએ કહ્યું છે કે આ દવા કોરોનાવાયરસ સામે લડવા માટે યોગ્ય નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનો કોરોનાવાયરસ ટેસ્ટ નકારાત્મક આવ્યો છે અને તેમને કોરોનાનાં […]

World

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, તેઓ એન્ટી મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું સેવન કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુએસ નિષ્ણાતો અને નિયમનકારોએ કહ્યું છે કે આ દવા કોરોનાવાયરસ સામે લડવા માટે યોગ્ય નથી.

ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનો કોરોનાવાયરસ ટેસ્ટ નકારાત્મક આવ્યો છે અને તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નથી. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ સાવચેતીરૂપે દોઢ અઠવાડિયાથી આ દવા લઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, “હું દરરોજ ઝીંક સાથે એક ગોળી લઉ છું. તેમને પૂંછવામાં આવ્યું કે કેમ – ત્યારે તેમણે જવાબ આપ્યો કારણ કે મેં તેના વિશે સારું સાંભળ્યું છે. મેં ઘણા સારા સમાચાર સાંભળ્યા છે.” ટ્રમ્પે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનાં ઉપયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો છે, જ્યારે કેટલાક ડોકટરો માને છે કે આ દવા કોરોના દર્દીઓ પર કામ કરતી નથી, અને યુએસ સરકારનાં નિયમનકારે પણ ચેતવણી આપી હતી કે “આ દવા સલામત નથી.”

આપને જણાવી દઈએ કે, ગત મહિનાની શરૂઆતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એન્ટી મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન સપ્લાય કરવા વિનંતી કરી હતી. ભારત સરકારે તેની નિકાસને મંજૂરી આપી દીધા પછી ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક “મહાન” નેતા અને “ખૂબ સારા” વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા. અમેરિકામાં કોરોનાવાયરસ સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં આ વાયરસથી મૃત્યુઆંક 90,000 ની ઉપર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.