દેશમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે, ભારતમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 3,163 લોકોનાં મોત થયાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,01,139 પર પહોંચી ગઈ છે.
વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4,970 નવા દર્દીઓ મળી આવ્યા છે અને 134 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, રાહતની વાત છે કે 39,174 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી દર 38.73 ટકા પર પહોંચી ગયો છે.
COVID19 cases cross 1 lakh mark with a single-day jump of 4970 cases & 134 deaths; total cases 101139 & death toll 3163: Ministry of Health and Family Welfare pic.twitter.com/i16FULqLjn
— ANI (@ANI) May 19, 2020
