રાંચી,
ઘાસચારા કૌભંડમાં આરોપી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવની તબિયત નાદુરસ્ત હોવાના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિના સુધી તેમની સારવાર આપ્યા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે તેઓએ એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ)ને એક પત્ર લખ્યો છે.
રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો દ્વારા એમ્સને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, “હોસ્પિટલમાં મારી તબિયત હજી ઠીક નથી થઈ, મારે હજી તબીબી સારવારની જરૂર છે. કયા રાજકીય દબાણને વશ થઈને મને અહીંથી હટાવવામાં આવી રહ્યો છે. જો મને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે આવશે”.
RJD chief Lalu Prasad Yadav writes to All India Institute of Medical Sciences (AIIMS) stating, 'I don't want to be shifted back to Ranchi hospital, as that hospital is not properly equipped to treat my ailments'. (File Pic) pic.twitter.com/tUWlt35WJX
— ANI (@ANI) April 30, 2018
તેઓએ પોતાના પત્રમાં વધુમાં જણાવતા કહ્યું, “મારી તબિયત સારી ન હોવાના કારણે મને હજી એમ્સમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. હું હજી હૃદયરોગ, કીડની ઈન્ફેકશન, ડાયાબીટિસ જેવા રોગોથી પીડાઈ રહ્યો છું. મને વારંવાર ચક્કર આવે છે, હું અનેકવાર બાથરૂમમાં પડી ગયો છું. મારી આ બધા રોગોની સારવાર ચાલે છે . દરેક નાગરિકનો એ મૂળભૂત બંધારણીય અધિકાર છે કે એની બીમારીની સારવાર એની ઈચ્છા મુજબ અને સંતોષકારક રીતે થાય. મને ખબર નથી કે કયા રાજકીય દબાણને વશ થઈને મને અહીંથી હટાવવામાં આવી રહ્યો છે પરંતુ જો મને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે આવશે”.
મહત્વનું છે કે, લાલુપ્રસાદ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડના કેસમાં આરોપી તરીકે જેલની સજા ભોગવી રહ્યા છે. જેલમાં તેઓની તબિયત બગડતાં લાલુ યાદવને રાંચી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Delhi: RJD Chief Lalu Prasad Yadav leaves after being discharged from All India Institutes of Medical Sciences (AIIMS). He was undergoing treatment for various ailments related to heart and kidney here & will now be taken to Ranchi. pic.twitter.com/6M81uT1XNG
— ANI (@ANI) April 30, 2018
જો કે ત્યારબાદ, તેઓની તબિયત વધુ લથડતા એમને નવી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં એક મહિના સુધી તેમની સારવાર કરવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેમની તબિયત હવે ઠીક થઈ ગઈ છે એવું કારણ જણાવીને તેમને એમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને રાંચી ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેને કારણે લાલુપ્રસાદે ગુસ્સો પ્રગટ કરીને સત્તાવાળાને પત્ર લખ્યો હતો.
