Not Set/ રક્ષામંત્રી સિંહનાં નિવેદન પર પાક ની ગિદડ ઘમકી – અમારી પાસે પણ છે વિકલ્પો

શુક્રવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનની સરહદ પારથી ચાલી રહેલી સતત બેફામ ફાયરીંગ અને ઘુસણખોરીની પ્રવૃત્તિઓ પર મોટી ચેતવણી આપી હતી. સિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભારત પરિસ્થિતિ અનુસાર પરમાણુ શસ્ત્રો અંગેની પોતાની નીતિ બદલી શકે છે. હવે પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન અને ત્યાંની સેનાએ રાજનાથ સિંહનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન […]

Top Stories India

શુક્રવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનની સરહદ પારથી ચાલી રહેલી સતત બેફામ ફાયરીંગ અને ઘુસણખોરીની પ્રવૃત્તિઓ પર મોટી ચેતવણી આપી હતી. સિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભારત પરિસ્થિતિ અનુસાર પરમાણુ શસ્ત્રો અંગેની પોતાની નીતિ બદલી શકે છે. હવે પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન અને ત્યાંની સેનાએ રાજનાથ સિંહનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ નહેરુનાં ભારતને બરબાદ કરી દીધું છે. ભારતની નીતિ ‘ડોવલ સિદ્ધાંત’ની આસપાસ ફરે છે. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ગઈકાલે રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું. અમારું માનવું છે કે પરંપરાગત યુદ્ધ માટે કોઈ સ્થાન નથી. પરંતુ ભારત જે રીતે આગળ વધી રહ્યું છે, આપણે પણ વિકલ્પને અવગણી શકીએ નહીં. મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, “કાશ્મીર એક પરમાણુ બિંદુ છે. અને વિશ્વએ ભારતના સંરક્ષણ પ્રધાન દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે આપેલા નિવેદને જોવાની જરૂર છે.”

પાકિસ્તાનમાં કાશ્મીર સમિતિની બેઠક

જમ્મુ-કાશ્મીરના મુદ્દે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા રચિત કાશ્મીર સમિતિની પહેલી બેઠક શનિવારે મળી હતી. આ સમિતિમાં સાત સભ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 6 ઓગસ્ટે આ સમિતિ બનાવી હતી, જ્યારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કલમ 370 ની મહત્વપૂર્ણ જોગવાઈઓને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

સમિતીમાં આ સાત સભ્યોનો સમાવેશ થાય છે

સમિતિની બેઠક પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીની અધ્યક્ષતામાં મળી હતી. સમિતિના અન્ય સભ્યોમાં ISI હેડ જનરલ ફૈઝ હમીદ, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ, મેજર જનરલ આસિફ ગફૂર, કાયદા મંત્રી નસીમ, વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર ફિરદાસ આશીક, એટર્ની જનરલ અનવર મન્સૂર ખાનનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.