Jamnagar/ જામનગરમાં કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ, સીટી ઇજનેર પાસે ખંડણીની કરી હતી માંગ

જામનગરમાં કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ કરવામાં આવી. કોર્પોરેટરના પતિએ સીટી ઇજનેરને આપી હતી ધમકી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 28T152746.541 જામનગરમાં કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ, સીટી ઇજનેર પાસે ખંડણીની કરી હતી માંગ

જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયરની કચેરીમાં જઇ પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાનાં સિટી એન્જિનિયર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ફરિયાદ નોંધાઇ છે. નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવા પડશે. નહીં તો એડવોકેટ હારૂન પલેજાનું ખૂન થયું તેમ ખૂન કરાવી એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરજ રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર મહાનગરપાલિકામાં સીટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં ભાવેશ જાની નામના કર્મચારી મંગળવારે તેની ઓફિસમાં હતાં તે દરમિયાન મહિલા કોર્પોરેટરના પતિ અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દિપુ વાલજી પારીયા નામના સખ્સે મંગળવારે બપોરના સમયે સીટી એન્જિનિયર તેની ઓફિસમાં હતાં ત્યારે ચેમ્બરમાં જઈ વોર્ડ નં. 7ની ઇમ્પેકટ ફીની ફાઇલ ક્લિયરીંગ કરી આપવા ધાક-ધમકી આપી હતી. અને સીટી એન્જિનિયરને ‘હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલ મારી પત્નિ કોર્પોરેટર છે તમારે મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો (ખંડણી) આપવી પડશે’ તેમ કહી ઉશ્કેરાઇને સીટી એન્જિનિયરના શર્ટનો કાઠલો પકડી ‘હારૂન પલેજાનું ખૂન થયેલ છે તેમ તમારું ખૂન કરાવી નાખવાની અને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની’ ધાક-ધમકીઓ આપી, અપશબ્દો બોલી બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી સીટી એન્જિનિયરની ફરજમાં રુકાવટ કરી હતી.

મહિલા કોર્પોરેટરના પતિ અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દિપુ પારીયાએ ધમકી આપી ખંડણી માગ્યાની ફરિયાદ સીટી એન્જિનિયરે સીટી-એ ડિવિઝનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરજમાં રુકાવટ, ખંડણી અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જોકે આ અંગે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાને પૂછતાં તેણે કોંગ્રેસના કોર્પોરેટરનો બચાવ કર્યો હતો. અને તપાસ કરી પાર્ટી નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત