Not Set/ હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ધમધમતું કાચ તોડવાનું કારખાનુ, ક્યારે બંધ કરાવવામાં આવશે ?

હાલોલ બાયપાસ રોડ ઉપર કંજરી પાસે રોડ ઉપર એક કાચ તોડવાનું કારખાનું ચાલી રહ્યું છે આ કારખાના માં દારૂ, કેમિકલ તથા દવાની બોટલો તેમજ વિવિધ પ્રકારના કાચ જાહેરમાં તોડવામાં આવી રહ્યા છે.

Gujarat
kach 1 હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ધમધમતું કાચ તોડવાનું કારખાનુ, ક્યારે બંધ કરાવવામાં આવશે ?

મોહસીન દાલ, ગોધરા@ પંચમહાલ

હાલોલ બાયપાસ રોડ ઉપર કંજરી પાસે રોડ ઉપર એક કાચ તોડવાનું કારખાનું ચાલી રહ્યું છે આ કારખાના માં દારૂ, કેમિકલ તથા દવાની બોટલો તેમજ વિવિધ પ્રકારના કાચ જાહેરમાં તોડવામાં આવી રહ્યા છે. આ કારખાનાને કારણે નજીકમાં આવેલી શાળાના બાળકો, આવતા જતા વાહન ચાલકો તથા નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારના રહીશોને કાચની રજકણો જોખમરૂપ સાબિત થઈ રહી છે.

kach 2 હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ધમધમતું કાચ તોડવાનું કારખાનુ, ક્યારે બંધ કરાવવામાં આવશે ?

મેઈન રોડથી ૪૦ મીટરના અંતરમાં આ કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે તેમજ આ કાચનો પાવડર અને ભૂકો રોડથી ૫ મીટરના અંતરમાં જ ઢગલો મારેલો જોવા મળી રહયો છે તેમજ આ કારખાના ની પાછળ જ એક નાળુ પણ આવેલ છે. જેમાં આ કારખાનાના માલિક દ્વારા કેમિકલવાળા કાચનું પાણી છોડવામાં આવે છે જે પશુધન માટે પણ નુકસાનકારક છે.

kach 3 હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ધમધમતું કાચ તોડવાનું કારખાનુ, ક્યારે બંધ કરાવવામાં આવશે ?

અત્રે ઉલ્લેખનીય છે કે હાલોલ મામલતદાર દ્વારા આ કારખાનામાં સ્થળ તપાસ કરવા માટે ગયા હતા પરંતુ આજ સુધી આ કારખાના વિરુદ્ધ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ કારખાનું લોકોના આરોગ્ય માટે જોખમરૂપ હોવા છતાં આ કારખાનું ક્યારે બંધ થશે તેમજ સ્થળ તપાસ કરવા ગયેલા અધિકારીઓએ આજદિન સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરી તે પણ એક શંકાસ્પદ બાબત છે અને આ ખેતીલાયક જમીન ઉપર કોઈપણ જાતની પરવાનગી લીધા વિના વર્ષોથી ધમધમતા આ કારખાના ઉપર કોના આશીર્વાદ છે. તેમજ લોકો માટે જોખમરૂપ આ કારખાનું તંત્ર દ્વારા ક્યારે દૂર કરવામાં આવે છે એ તો હવે જોવું જ રહ્યું.

majboor str 11 હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ધમધમતું કાચ તોડવાનું કારખાનુ, ક્યારે બંધ કરાવવામાં આવશે ?