Ahmedabad/ મહિલાને તેના સસરાએ કહ્યું – તારા શરીરમાં તકલીફ છે, પછી કર્યું આવું…

આ ઘટના અંગે મળેલી જાણકારી મુજબ, અમદાવાદના આંબાવાડી આંબેડકર કોલોનીમાં રહેતી એક મહિલાના લગ્ન પછીના શરૂઆતના દિવસો સારા રહ્યા બાદ સાસરિયાનો ત્રાસ વધતો ગયો હતો. નિમિષા ગર્ભવતી હતી,

Ahmedabad Gujarat
a 114 મહિલાને તેના સસરાએ કહ્યું - તારા શરીરમાં તકલીફ છે, પછી કર્યું આવું...

કોરોના વાયરના આ કપરા કાળમાં પતિ અને પત્ની વચે ઉભા થયેલા ઘરકંકાસની કે સાસરી પક્ષના લોકો દ્વારા મહિલાઓને હેરાન કરાતી હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે આ જ પ્રકારની એક ફરિયાદ અમદાવાદમાંથી સામે આવ્યો છે.

હકીકતમાં મહિલાએ સાસરિયાના ત્રાસથી દવા પી 3 માસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં માતાજીના ભુવા એવા સસરા અને મોટા બાપા પરિણીતાને તારા શરીરમાં તકલીફ છે, તેમ કહી તેની સામે ધુણવા બેસી જતા હતા.

આ ઘટના અંગે મળેલી જાણકારી મુજબ, અમદાવાદના આંબાવાડી આંબેડકર કોલોનીમાં રહેતી એક મહિલાના લગ્ન પછીના શરૂઆતના દિવસો સારા રહ્યા બાદ સાસરિયાનો ત્રાસ વધતો ગયો હતો. નિમિષા ગર્ભવતી હતી, તે સમયે તેની તબિયત ખરાબ હોવાથી સુઈ રહી હતી. તે સમયે પતિએ મારઝૂડ કરી ધક્કો મારી નીચે પાડી હતી. સાસુ-સસરાની સમજાવટથી નિમિષાને પિયર મોકલી ડિલિવરી કરાવી જોકે 4 માસ સુધી સાસરિયાં જોવા આવ્યા ન હતા.

બીજી બાજુ મહિલાએ બે પુત્રીને જન્મ આપ્યા બાદ સાસરિયાં પુત્ર જણી શકતી નથી તેમ કહી હેરાન કરતા હતા. ત્યારબાદ હવે આ મામલે એલિસબ્રિજ પોલીસે મહિલાની ફરિયાદ આધારે સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો