Election/ મોરવાહડફ ની ચૂંટણી રદ કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજુઆત

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે ચૂંટણી પંચ ને  રજુઆત કરી કે આગામી 17 એપ્રિલે મોરવા હડફ ની ચૂંટણી યોજાવાની છે તે હાલમાં  કોરોના ની મહામારી ની ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને  આ ચૂંટણી રદ કરવા માં આવે.એવી રજૂઆત કરવામાં આવી છે . આ ઉપરાંત જો ચૂંટણી કરવી જ પડે એવી […]

Gujarat Others Uncategorized
Untitled 138 મોરવાહડફ ની ચૂંટણી રદ કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજુઆત

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે ચૂંટણી પંચ ને  રજુઆત કરી કે આગામી 17 એપ્રિલે મોરવા હડફ ની ચૂંટણી યોજાવાની છે તે હાલમાં  કોરોના ની મહામારી ની ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને  આ ચૂંટણી રદ કરવા માં આવે.એવી રજૂઆત કરવામાં આવી છે .

આ ઉપરાંત જો ચૂંટણી કરવી જ પડે એવી હોય તો.તેમાં કામ માં જે શિક્ષકો સંક્રમિત થાય એમને ખાસ કિસ્સામાં મેડિકલ કવચ આપવાની કરી માંગ કરી છે , આ ઉપરાંત  ફ્રી માં અલગ થી મેડિકલ સુવિધા આપવામાં આવે, તેમજ કોરોના ની કીટ આપવામાં આવે તેવી  માંગ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખે  રાજ્ય ચૂંટણી પંચને  પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે.અને જો જ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી રદ થતી હોય તો આ મોરવા હડફ ની ચૂંટણી પણ રદ કરવી જોઇએ..