Ahmedabad/ ખીચડીમાંથી વંદો નીકળ્યો, પણ રેસ્ટોરન્ટે જ ગ્રાહક વિરૂદ્ધ ફરિયાદ કરી

ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાં જીવાત નીકળતા વીડિયો ઉતાર્યો હતો. ગ્રાહકે જણાવ્યું કે,………..

Top Stories Gujarat
Image 15 1 ખીચડીમાંથી વંદો નીકળ્યો, પણ રેસ્ટોરન્ટે જ ગ્રાહક વિરૂદ્ધ ફરિયાદ કરી

Ahmedabad News: ખાણીપીણીના અનેક બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે. રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકોને હલકી કક્ષાનું ભોજન પીરસાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુરની એક રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે ખીચડી મંગાવતા તેમાંથી જીવાત નીકળતાં રેસ્ટોરન્ટે જ ગ્રાહક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવું પ્રથમ વખત બન્યું છે જ્યાં રેસ્ટોરન્ટે ગ્રાહક સામે ફરિયાદ નોંધાવી હોય. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી અર્બન ખીચડીમાંથી મંગાવેલા ઓર્ડરમાં જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાં જીવાત નીકળતા વીડિયો ઉતાર્યો હતો. ગ્રાહકે જણાવ્યું કે, અમે ખીચડીનો ઓર્ડર કર્યો હતો અને જે ખીચડી પીરસવામાં આવી છે તેમાંથી મોટી જીવાત નીકળી છે. રેસ્ટોરન્ટને આ ઘટનાની જાણ થતાં તેઓએ કહ્યું કે, ભૂલ થઈ ગઈ અને હવેથી આવું નહીં થાય તેવું જણાવી દીધું હતું.

પરંતુ ઓનલાઇન ઓર્ડર બાદ ગ્રાહકે સોશિયલ મીડિયા થકી અર્બન ખીચડી રેસ્ટોરન્ટની ખીચડીમાંથી જીવાત નીકળ્યાને આરોપ લગાવ્યો હતો. જેથી અર્બન ખીચડી આઉટલેટ દ્વારા વીડિયો પોસ્ટ કરનાર ગ્રાહક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. રેસ્ટોરન્ટે ફરિયાદમાં કહ્યું કે, એક વ્યક્તિ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકી તેમના આઉટલેટને બદનામ અને આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે. જે વીડિયો થકી આરોપ લગાવાયો તે ગ્રાહકના આરોપમાં કોઈ તથ્ય ન હોવાનું રેસ્ટોરન્ટનું નિવેદન છે.

ahmedabadupadtes નામના પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ થયા બાદ રેસ્ટોરન્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વીડિયો પોસ્ટ થયા બાદ રેસ્ટોરન્ટ તરફથી તે સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ કરવા છતાં તેનો રીપ્લાય ન મળ્યો હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે. એએમસીએ પણ જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ પાસે પેસ્ટ કંટ્રોલનું નિયત લાયસન્સ પણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં 1ની ધરપકડ, અન્ય આરોપીઓ ફરાર

આ પણ વાંચો:રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો મૂકાયા ચિંતામાં