ગુજરાતને પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે હરણફાળ ભરી છે,સમગ્ર દેશમાં ઉર્જા પ્રાપ્ય મામલે ગુજરાત પ્રથમ સ્થાને આવ્યું છે. આ સિદ્વિ મામલે રાજ્યને કેનદ્રીય મંત્રી દ્વારા એવોર્ડ આપવામાં આવશે.ઉર્જા ક્ષેત્રે ભારતમાં ગુજરાત અગ્રેસર છે, આ રૂફટોપની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ એવોર્ડ કેરળના કોચીન ખાતે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે 27 ઓગસ્ટના રોજ એનાયત થશે.
ગુજરાતની પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રેની સિદ્ધિઓની વાત કરીએ તો સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 1925 મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, પવન ઊર્જા સ્થાપિત ક્ષમતામાં 9534 મેગા વોટ સાથે દેશમાં બીજા ક્રમે જ્યારે સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 7973 મેગા વોટ સાથે બીજા ક્રમે છે. ગુજરાત સરકારની સકારાત્મક ગ્રીન ઊર્જા નીતિ હેઠળ થયેલ ઉત્તમ કામગીરીને પરિણામ અગ્રેસર છે.