અમદાવાદ/ સાણંદ તાલુકાનાં અણદેજ ગામમાં એક નહિ છે અનેક સમસ્યા : તાત્કાલિક માગ પૂરી નહિ થતા ચૂંટણીનો કરી શકે છે બહિષ્કાર

જ્યારે સત્તાધીશોએ અરજ નથી સાંભળી ત્યારે માટે ગ્રામજનોએ ભેગા થઈને મંતવ્ય ન્યૂઝની ટીમ રજૂઆત કરી હતી અને તેમની સમસ્યાથી અવગત કરી તેમનો અવાજ સરકાર સુધી પહોચાડવા માટે વિનંતી કરી હતી.

Gujarat Others Trending
અણદેજ

સાણંદ તાલુકાના અણદેજ ગામના લોકોની ઘણી બધી સમસ્યાઓ જોવા મળી છે. જેમાં છેલ્લા ધણા વર્ષથી રસ્તાનો પ્રશ્ન અને ગામ ફરતે ઉકરડાનો પ્રશ્ન સાથે ગટરલાઈનના ઢાંકણા ખુલ્લા હોવાની સમસ્યા ગંભીર છે. રસ્તામાં કાદવ કિચડથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે.

અણદેજ ગામમાં ગંદકીની સામસા વધતા ગ્રામજનોએ પરેશાન થઈને જવાબદાર લોકોને રજૂઆતો કરી પરંતુ તેથી કોઈ ઉકેલ મળ્યો નથી. સમસ્યા દૂર કરવાની જવાબદારી ખરેખર તો સરપંચ ઉપસરપંચ કે તલાટીની હોય છે પણ ગામના સરપંચ તલાટી કોઈ સમસ્યાનું નિવારણ લાવતા નથી અને ગામ પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કરી નાખીશું તેવી ધાક ધમકી આપવામાં આવે છે. ગામ લોકો વારંવાર રજુઆત કરે છે પણ જ કોઈ સાંભળતું નથી અને ગામ લોકોને એમ કહે છે કે થઈ જશે થશે જશે એવા ઉડાવું જવાબ આપે છે. સમસ્યા હલ ક્યારે થશે એના કોઈ જ જવાબ આપતા નથી. જ્યારે સત્તાધીશોએ અરજ નથી સાંભળી ત્યારે માટે ગામજનોએ ભેગા થઈને મંતવ્ય ન્યૂઝની ટીમ રજૂઆત કરી હતી અને તેમની સમસ્યાથી અવગત કરી તેમનો અવાજ સરકાર સુધી પહોચાડવા માટે વિનંતી કરી હતી.

અણદેજ

ગ્રામજનોએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે, છેલ્લા ધણા વર્ષથી લોકો હેરાન થઈ રહ્યા છે. અમારા  દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો અને ગટરના ઢાંકણા ખુલ્લા છે અને ગામની અંદર અનેક જગ્યાએ ઉકરડાના ઢગલા છે. જેના કારણે ગામમાં ઘેર ઘેર રોગચાળો ફાટી નીકળ્યો છે અને બાળકો, વડીલો બીમાર પડી રહ્યા છે. ગામના સ્મશાનમાં જવાનો રસ્તો પણ એકદમ ખરાબ છે એટલે ગામના નાગરિકો કંટાળી ગયા છે. ગામમાં જૂની ગ્રામ પંચાયત પાડી દેવામાં આવી છે પછી કોઈ જ ગ્રામ પંચાયત બનાવાઇ જ નથી આવી. આ ગામની દરેક સમસ્યાઓ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આખરે ના છૂટકે ગ્રામલોકો ઉપવાસ અને અંદોલનનાં શરણે જવું પડશે તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ઉગ્ર રજોઆત કરી હતી.

આ પણ વાંચો : જામનગરને સ્વસ્થ અને સ્વચ્છ શહેર કરવા વિપક્ષની માગ : ધરણા કરી આપ્યું આવેદન