Not Set/ ઓડિશા બાદ હવે ગુજરાત પર ખતરો, ટકરાઈ શકે છે વાવાઝોડું ‘વાયુ’

ગયા મહિને ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડાને કારણે થયેલા વિનાશ પછી, પશ્ચિમમાં ગુજરાત પર એવા ભયંકર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે. જણાવીએ કે અરબી સમુદ્રથી ઉઠેલા “વાયુ” વાવાઝોડું મહારાષ્ટ્રથી થઈને ગુજરાત તરફ વધી રહ્યું છે. મંગળવારે હવામાનશાસ્ત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન અનુસાર, 13 મી જૂને ‘વાયુ’ ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં પોરબંદર અને કચ્છ વિસ્તારો સુધી પહોંચવાની શક્યતા […]

Top Stories Gujarat Others
ytgv 5 ઓડિશા બાદ હવે ગુજરાત પર ખતરો, ટકરાઈ શકે છે વાવાઝોડું 'વાયુ'

ગયા મહિને ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડાને કારણે થયેલા વિનાશ પછી, પશ્ચિમમાં ગુજરાત પર એવા ભયંકર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે. જણાવીએ કે અરબી સમુદ્રથી ઉઠેલા “વાયુ” વાવાઝોડું મહારાષ્ટ્રથી થઈને ગુજરાત તરફ વધી રહ્યું છે. મંગળવારે હવામાનશાસ્ત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન અનુસાર, 13 મી જૂને ‘વાયુ’ ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં પોરબંદર અને કચ્છ વિસ્તારો સુધી પહોંચવાની શક્યતા છે. વિભાગે આગામી 12 કલાકમાં વધુ ગંભીર પ્રકારના વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે.

બીજી તરફ, ગુજરાત અધિકારીઓને ઓડિશામાં ‘ફોની’ તોફાન સમયે અપનાવવામાં આવેલી ટેકનિક  વિશેની માહિતી પ્રાપ્ત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી તૈયારીઓની નિરીક્ષણ કરશે છે.

આઇએમડીના જણાવ્યા પ્રમાણે, ઉત્તર દિશા તરફ વધી રહેલું ‘વાયુ’ 13 જૂનના રોજ પોરબંદરથી મહુવા, વેરાવળ અને દીવ પ્રદેશ સુધી ગુજરાતના તટવર્તી વિસ્તારોને અસર કરશે. તેની ગતિ 110 થી 130 કિ.મી. પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. ઉત્તર મહારાષ્ટ્રના કાંઠે 70 કિલોમીટરની ઝડપે ભારે પવન ફુંકાઈ શકે છે.

સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં 12થી 15  જૂન સુધી રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વાવાઝોડા સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. સાથે જ આ ૩ દિવસ સ્કુલ પ્રવેશોત્સવ રદ કરવામાં આવ્યા છે. તો જે 10 જિલ્લામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, તે 10 જીલ્લા જેમ કે પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ,ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સ્કુલ-કોલેજમાં 13 જુનથી 14 જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે. તો ત્યાં જ વલસાડમાં વરસાદે પણ દસ્તક આપી દીધી છે.

ગુજરાત સરકારનું હાઇએલર્ટ, NDRF તૈનાત

હવામાન વિભાગે વાવાઝોડાને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઇ વિસ્તારોમાં 13 અને 14 જૂને ભારે વરસાદની થવા અને 110 કિ.મી.પ્રતિ કલાકની ગતિથી વાવાઝોડાનો પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ‘હાઈએલર્ટ’ જાહેર કરતા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ના કર્મચારીઓની પણ તૈનાત કર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.