વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી રહ્યા છે ત્યારે વધુ અસર દીવમાં જોવા મળી રહી છે. ગાજવીજ સાથે દીવમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય પવન સાથે વરસાદ હાલ પડી રહ્યો છે. આ સાથે જ દીવનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. એક તરફ વરસાદનાં કારણે ઠંડક પ્રસરી છે તો બીજી તરફ લોકોમાં વાવાઝોડાનો ભય જોવા મળ્યો છે. વાયુ વાવાઝોડાને ધ્યાને લેતા ગુજરાતનાં ગામડાઓમાં લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમ કવાયત કરી રહી છે. ત્યારે એનડીઆરએફનાં ડિરેક્ટર જનરલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી અહીં વાવાઝોડાની સીધી અસર થવાની પૂરી સંભાવનાઓ છે. જેથી અહીં વાવાઝોડા પહેલાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલ ગુજરાતના ગામડાઓમાં લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમ કવાયત કરી રહી છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે એનડીઆરએફની 36 ટિમ મોકલવામાં આવી છે. ત્યારે આ અંગે વધુ માહિતી એનડીઆરએફનાં ડીસી રણવિજયકુમારે આપતા વધુ ટીમ મંગાવવામાં આવી છે તેવું જણાવ્યું હતું. વાયુ વાવાઝોડું વેરાવળનાં દરિયા કિનારેથી હવે 325 કિલોમિટર દૂર છે અને ગુરુવારે તે ગુજરાતનાં દરિયાકાંઠે પહોંચશે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.
વાયુ વાવાઝોડાને લઇને રાજ્યનાં ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનાં કહેવા પ્રમાણે એનડીઆરએફ ઉપરાંત આર્મીની 11 ટીમો તૈનાત કરવામાં આવશે. આર્મીની 23 ટીમોને સ્ટેન્ડ બાય રખાશે. હાલ પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અહીં એનડીઆરએફની ટીમો લોકોને સલામત સ્થળે લઈ જવા માટે ગામડાંઓમાં ફરી રહી છે. આ પહેલાં હાલ દ્વારકા અને વેરાવળ પાસે દરિયો તોફાની બની રહ્યો છે. વધુમાં પ્રવાસીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ સલામત સ્થળે ખસી જાય. દ્વારકા, દીવ, સોમનાથ, કચ્છમાં આવતા પ્રવાસી માટે વાવાઝોડાને લઈને તકેદારીની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે NDRFની ગુજરાતમાં જૂનાગઢ – 3, ગીર સોમનાથ – 5, દ્વારકા – 3 , અમરેલી – 4, પોરબંદર – 3, ભાવનગર – 3, જામનગર – 2, મોરબી – 2, કચ્છ – 2, વલસાડ – 1, સુરત – 1, રાજકોટ – 4, દીવ – 3, એમ કુલ – 36 જગ્યાએ ટીમ તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.