Not Set/ નિશાન સ્કૂલમાં ડિજિટલ ફીનાં નામે વસૂલાય છે વાલી પાસેથી વધુ ફી, વાલીનો હોબાળો

અમદાવાદ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કુલ દ્વારા જબરદસ્તી ડિજિટલ ફીનો બોજ વાલીઓ પર થોપવામાં આવી રહ્યો છે. અમુક દિવસોથી જુનિયરથી લઇને 8 માં ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ડિજિટલ ફીનાં નામે વધુ 2500 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હતા. જેને પગલે વાલીઓએ અવારનવાર ગાંધીનગરના અધિકારીઓને ફરીયાદ કરતા થોડા દિવસ પુરતું પૈસા લેવાનું બંધ કરાયું હતું. પરંતુ […]

Ahmedabad Top Stories Gujarat
adfjhywekjghwdkljhgdskjh નિશાન સ્કૂલમાં ડિજિટલ ફીનાં નામે વસૂલાય છે વાલી પાસેથી વધુ ફી, વાલીનો હોબાળો

અમદાવાદ,

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કુલ દ્વારા જબરદસ્તી ડિજિટલ ફીનો બોજ વાલીઓ પર થોપવામાં આવી રહ્યો છે. અમુક દિવસોથી જુનિયરથી લઇને 8 માં ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ડિજિટલ ફીનાં નામે વધુ 2500 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હતા.

જેને પગલે વાલીઓએ અવારનવાર ગાંધીનગરના અધિકારીઓને ફરીયાદ કરતા થોડા દિવસ પુરતું પૈસા લેવાનું બંધ કરાયું હતું. પરંતુ ત્યારબાદ ફરી ફીનું ટોર્ચર શરુ થઇ જતા વાલીઓએ હોબાળો કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો ડિપીઇઓ પાસે ગયો હતો અને તેમણે તપાસ કરવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રી દ્વારા કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફીને અમાન્ય ગણવામાં આવી છે. ત્યારે વિવિધ પ્રકારની સ્કૂલો દ્વારા ફી વધારા મુદ્દે વાલીઓ અને સ્કુલના સતાવાળાઓ સામસામે આવી ગયા છે.
જયારે આ મુદ્દે ડિપીઇઓ(ડીસ્ટ્રીકટ પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસર) એમ. પી. મહેતાએ જણાવ્યું હતું કે,

“જો આ પ્રકરણ અંતર્ગત બાદ અત્યાચારનું કોઈ પણ પ્રમાણ અમારી સમક્ષ લાવવામાં આવશે તો અમે બાદ અધિકારનાં આયોગનું માર્ગદર્શન લઇ શાળા સામે સખ્ત કાર્યવાહી કરીશું”.

ડિજિટલ ઇન્ડિયાની વાતથી પ્રેરિત થઇને શિક્ષણ જગત પોતાની દિશા બદલી રહ્યુ છે. પરંતું તેનો ફાયદો ઉઠાવીને શાળાનાં સંચાલકો દ્રારા ખુલે આમ લૂંટ મચાવાઈ રહી છે. અમદાવાદનાં રાણીપ ખાતે આવેલી નિશાન સ્કુલ તેનુ ઉદાહરણ પુરુ પાડી જાય છે…
વિઓ
અમદાવાદની નિશાન સ્કુલ દ્રારા જબરદસ્તી ડિજિટલનો બોજ વાલીઓ પર થોપવામાં આવી રહ્યો છે. જુનિયરથી લઇને 8માં ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ડિજિટલ બોર્ડનાં નામે વધું 2500 રૂપિયા પાડવામાં આવી રહ્યાં છે. આ મામલે વાલીઓ દ્રારા અવારનવાર ગાંધીનગર અધિકારીઓને ફરીયાદ કરતા માત્ર થોડાક દિવસો પુરતા પૈસા લેવાના બંધ કરી દેવાય છે. પરંતું ફરીથી ફરજીયાત રૂપે ડિજિટલ બોર્ડની ફિસ ભરવાની ફરજ પડાઈ છે અને વિદ્યાર્થીઓને અળગા રાખવાની વાત કરાઈ છે.