Not Set/ અલવર લીન્ચિંગ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે સર્જાયું વાંકયુદ્ધ, BJPએ રાહુલને ગણાવ્યા “નફરતના સૌદાગર”

નવી દિલ્હી, મોદી સરકાર વિરુધ લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જામ્યો હતો. ત્યારબાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે હવે અલવર લીન્ચિંગ મામલે ભાજપ પર હુમલો બોલ્યો હતો અને આ જ પીએમ મોદીનું નવી ક્રૂર ભારત છે એમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીના આ હુમલા પર હવે સોમવારે […]

Top Stories India Trending
rahul અલવર લીન્ચિંગ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે સર્જાયું વાંકયુદ્ધ, BJPએ રાહુલને ગણાવ્યા "નફરતના સૌદાગર"

નવી દિલ્હી,

મોદી સરકાર વિરુધ લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જામ્યો હતો. ત્યારબાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે હવે અલવર લીન્ચિંગ મામલે ભાજપ પર હુમલો બોલ્યો હતો અને આ જ પીએમ મોદીનું નવી ક્રૂર ભારત છે એમ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીના આ હુમલા પર હવે સોમવારે ભાજપ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીને “નફરતના સૌદાગર” ગણાવી દીધા છે.

આ ઉપરાંત ભાજપ દ્વારા રાહુલ ગાંધીને લઇ એક કવિતા પણ ટ્વીટ કરી હતી. જેમાં તેઓના પીએમ મોદી સાથે ગળે મળવું અને આંખ મારવા મુદ્દે ઘેર્યા હતા.

આ કવિતામાં લખવામાં આવ્યું કે, “૭૦ વર્ષ પ્રેમનું નાટક, બંધ કરો આ જુઠનું ફાટક..”

આ ઉપરાંત કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધી પર ટ્વીટ કરતા કહ્યું, “જયારે કોઈ ઘટના બને છે ત્યારે તેના પર કુદવાનું બંધ કરો. રાજ્ય સરકાર આ મુદ્દે પહેલા જ કડક કાર્યવાહી કરી છે. તમે પોતાના ચૂંટણીના ફાયદાઓ માટે સમાજને વહેચી રહ્યા છો અને ઘડિયાળી આંસુઓ વરસાવી રહ્યા છો. આ ઉપરાંત તેઓએ રાહુલ ગાંધીને નફરતના વ્યાપારી પણ ગણાવ્યા હતા.

શું હતો આ મામલો ?

અલવર લીન્ચિંગની ઘટનામાં મૃતકનું નામ અકબર ખાન જાણવવામાં આવી રહ્યું છે, જે મૂળ હરિયાણાના કોલગામના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે કથિત ગૌ રક્ષકો ટોળાની આગેવાની કરી રહ્યા હતા. જયારે ટોળા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અકબર ખાન બે ગાયોને લઇ અને અલવરથી લાલમંડી જઈ રહ્યા હતા. જયારે આ ઘટનાની જાણ થતા ટોળાએ કોઈને પણ પૂછ્યા વગર માર મારવાનો શરુ કરી દીધો હતો. પીડિતને એટલો માર મારવામાં આવ્યો હતો કે આખરે તેનું મોત નીપજ્યું હતું.

જો કે આ ઘટના બાદ રાજ્ય પોલીસ પર પણ ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. તેઓ પર આરોપ છે કે, રકબરને હોસ્પિટલ પહોચાડવાના બદલે ગાયોને ગૌશાળામાં પહોચાડવા માટે પ્રાથમિકતા આપી હતી અને રકબરને દવાખાનામાં પહોચાડવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.