Ashes series/ ઓસ્ટ્રેલિયાનાં આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેને ઈંગ્લેન્ડ સામે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

Top Stories Sports
11 2021 12 17T145546.728 ઓસ્ટ્રેલિયાનાં આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેને ઈંગ્લેન્ડ સામે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. માર્નસ લાબુશેને મહાન ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય લાબુશેને આ મેચમાં પોતાના ટેસ્ટ કેરિયરનાં 2000 રન પૂરા કર્યા છે. લાબુશેન 20 ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 50 પ્લસ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

આ પણ વાંચો – Ashes series / વોર્નરે તોડ્યો 100 વર્ષ જુનો રેકોર્ડ, નહી તોડવા માંગે કોઇ અન્ય બેટ્સમેન

ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેને એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ છે જે એડિલેડમાં રમાઈ રહી છે. મેચનાં પ્રથમ દિવસે 95 રન બનાવીને અણનમ પરત ફરેલા લાબુશેને બીજા દિવસે જેમ્સ એન્ડરસનની બોલ પર ચોક્કો ફટકારીને ટેસ્ટ ક્રિકેટની છઠ્ઠી સદી ફટકારી હતી. ડે-નાઈટ ટેસ્ટમાં આ તેની ત્રીજી સદી હતી. આ રીતે લાબુશેનનાં ​​ખાતામાં ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી વધુ સદી નોંધાઈ છે. તેણે પાકિસ્તાનનાં અસદ શફીકને પાછળ છોડી દીધો, જેના ખાતામાં બે ડે-નાઈટ ટેસ્ટ સદી છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં વિસ્ફોટક બેટ્સમેન લાબુશેને 20 ટેસ્ટ મેચોમાં 17 વખત 50+ રન બનાવ્યા છે. વળી, ડોન બ્રેડમેને 20 ટેસ્ટમાં 15 વખત 50+ સ્કોર બનાવ્યા હતા. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ બેટ્સમેન બ્રાયન લારા અને સર વિવ રિચાર્ડ્સ ત્રીજા અને ચોથા નંબર પર છે. બન્નેએ 20 ટેસ્ટ મેચમાં 13 વખત ફિફ્ટી પ્લસ રન બનાવ્યા હતા.

20 ટેસ્ટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન

માર્નસ લાબુશેન – 17*

ડોન બ્રેડમેન – 15

બ્રાયન લારા – 13

સર વિવ રિચાર્ડસ – 13

આ પણ વાંચો – ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત…

જણાવી દઇએ કે, માર્નસ લાબુશેન સૌથી ઝડપી 2000 ટેસ્ટ રન બનાવનાર પાંચમો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો છે. લાબુશેને તેના 2000 ટેસ્ટ રન પણ માત્ર 34 ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માર્નસ લાબુશેન 305 બોલમાં 8 ચોક્કાની મદદથી 103 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને લાબુશેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી ટેસ્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અત્યારે મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 146 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 417 રન બનાવ્યા હતા. વળી ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર ફરી એકવાર સદી ચૂકી ગયો અને તેણે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી.