Not Set/ મંતવ્ય EXCLUSIVE : વાંચો, “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા

કેવડિયા, ૩૧ ઓક્ટોબરનો દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ મહત્વનો માનવામાં આવ્યો હતો, કારણ કે આ જ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે નિર્માણ થયેલી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરીને મોટી પ્રસિદ્ધિ મેળવી હતી. સમગ્ર પ્રોજેક્ટ પાછળ થયો ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો […]

Top Stories Gujarat Others Trending Videos
mantavya 153 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા

કેવડિયા,

૩૧ ઓક્ટોબરનો દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ મહત્વનો માનવામાં આવ્યો હતો, કારણ કે આ જ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે નિર્માણ થયેલી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરીને મોટી પ્રસિદ્ધિ મેળવી હતી.

સમગ્ર પ્રોજેક્ટ પાછળ થયો ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ

T2018103157068 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ જગ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ, કચ્છના ધોરડો રણની જેમ બનેલા ટેન્ટ સીટી તેમજ છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે.

૧ મહિનામાં જ લાપરવાહીનું ચિત્ર થયું સ્પષ્ટ

પરંતુ જોવામાં આવે તો ૩ હજાર કરોડ રૂપિયાના માતબર ખર્ચે નિર્માણ થયેલા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના લોકાર્પણ સમયે માત્ર નામની પ્રસિદ્ધિ મેળવવા માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગોબાચારી થઈ હોવાનું ૧ મહિનાની અંદર જ પ્રતિત થઈ રહ્યું છે.

IMG 20181122 WA0000 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

મંતવ્ય ન્યુઝ દ્વારા સરકારની આ નામમાત્ર કામગીરીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયું હતું કે, PM મોદીના હસ્તે ઓપનિંગ કરી દેવાની લ્હાયમાં અહી ઘણી ખામીઓ સામે આવી છે.

વેલી ઓફ ફ્લાવરમાં કરાઈ માત્ર નામની કામગીરી

IMG 20181122 WA0003 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

વાત કરવામાં આવેવેલી ઓફ ફ્લાવર”ની તો ત્યાં વિશ્વની ૧૦૦થી વધુ પ્રજાતિના રંગબેરંગી ફુલોનું નવલું નજરાણું ઉભું કરીને એક સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વેલી ઓફ ફ્લાવરના ઉદ્ઘાટન બાદ જે સામે આવ્યું છે, એમાં જોઈ શકો છો કે માત્ર સેલ્ફી પોઈન્ટનો નાનકડો ભાગ જ ખુલ્લો રખાયો છે, સાથે સાથે અમુક ભાગોમાં હજી સુધી કાર્ય પણ આરંભવામાં આવ્યું નથી.

સાથે સાથે મંતવ્ય ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરાઈ તો બીજી જગ્યાએ પણ સુવિધાઓના નામે મીડું પુરવાર થઇ રહ્યું છે.

ટોઇલેટમાં નળ પણ શોભાના ગાઠિયા સમાન

11 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

એક બાજુ જ્યાં સરદાર સરોવરના વ્યુ પોઈન્ટ પાસે ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. આ ટોઇલેટમાં નળ તો છે પણ તે શોભાના ગાઠિયા સમાન છે કારણ કે એમાં પાણી આવતું નથી.

બીજી બાજુ વોકિંગ એક્સેલેટરની ગતિ પણ અચાનક મંદ પડી જતી કેમેરામાં કેદ થઇ છે.

ટાઈલ્સ, પીઓપીનો નીકળ્યો કચ્ચરઘાણ

22 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી જવા માટેના પાસ પોઈન્ટ સુધી પહોચવાનો માર્ગ પણ હજી ઉબડ ખાબડ છે, તો કેટલીક જગ્યાએ જગ્યાએ સરફેસ તથા ટાઈલ્સ, પીઓપીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

IMG 20181122 WA0008 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

સાથે સાથે અહિયાં બનાવવામાં આવેલી લિફ્ટ પણ નામ માત્ર છે, કારણ કે આ લિફ્ટમાં મોટા નેતાઓ જેવા કે સૌરભ પટેલ અને બિહારના મુખ્યમંત્રી ફસાઈ રહ્યા છે, તો લિફટની કતારમાં સહેલાણીઓને બાલાજી સિક્યુરિટીના સ્ટાફનો અપમાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.

મુલાકાતી પાસે વસુલવામાં આવે છે ચોક્કસ ફી

આ સગવડના નામે જોવા મળતા છીંડાઓ વચ્ચે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લેનાર દરેક મુલાકાતી પાસે નિયત કરેલી ચોક્કસ રકમની ફી લેવામાં આવી રહી છે.

statue unity 660 111218101404 મંતવ્ય EXCLUSIVE : વાંચો, "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની અધૂરી કહાની, જ્યાં છે સુવિધાના નામે છીંડા
gujarat-mantavya EXCLUSIVE-The Statue of Unity unfinished story cheat name facility

અહિયાં વસુલવામાં આવતી ફીની વાત કરવામાં આવે તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂ. ૫૦૦ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે, જેમાં બસ ફી, પ્રવેશ ફી સહિતની ઘણી ફી શામેલ છે, પરંતુ લોકોને જે પ્રકારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા, સરકારના આ મસમોટા મિસ પ્લાનીંગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે હવે એ જોવું રહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રકારની લાપરવાહી માટે કોણ જવાબદાર છે, જ્યાં માત્ર ગણતરીના કલાકો માટે પોતાની એક ઝલક મેળવવા માટે રાજ્યની જનતાની પરસેવાની કમાણીમાંથી આવતા હજારો કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવ્યું છે.