Not Set/ સરકાર વિપક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે ડી.કે.શિવકુમારની ધરપકડ બદલાના રાજકારણને પ્રતિબિંબિત કરે છે. રાહુલ ગાંધી કહે છે કે સરકાર વિરોધીઓને નિશાન બનાવી રહી છે. ડી.કે.શિવકુમારની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટમાં રાહુલ ગાંધી એ સરકાર પર બદલાના રાજકારણનો આરોપ લગાવ્યો છે. ED અને સીબીઆઈનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા […]

Top Stories Politics
rahul gandhi at sc st protest 996d44c2 9cc0 11e8 86f4 8f26f26dd985 સરકાર વિપક્ષના નેતાઓને નિશાન બનાવી રહી છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે ડી.કે.શિવકુમારની ધરપકડ બદલાના રાજકારણને પ્રતિબિંબિત કરે છે. રાહુલ ગાંધી કહે છે કે સરકાર વિરોધીઓને નિશાન બનાવી રહી છે.

ડી.કે.શિવકુમારની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટમાં રાહુલ ગાંધી એ સરકાર પર બદલાના રાજકારણનો આરોપ લગાવ્યો છે. ED અને સીબીઆઈનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારની ધરપકડને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બદલાનું રાજકારણ ગણાવ્યું છે. ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડી.કે.શિવકુમારની ધરપકડ બદલાના રાજકારણને પ્રતિબિંબિત કરે છે.

રાહુલ ગાંધી કહે છે કે સરકાર વિપક્ષને નિશાન બનાવી રહી છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વિરોધીઓને હેરાન કરવા માટે ઇડી અને સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ ડી.કે.શિવકુમારની ધરપકડ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ કેન્દ્ર સરકાર પર સરકારી એજન્સીઓના દુરૂપયોગનો આરોપ મૂક્યો હતો, તેમજ ધરપકડની કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી થી પ્રેરિત ગણાવી હતી. આ સાથે જ ડીકે શિવકુમારે પણ ટ્વીટ કર્યું હતું કે સરકાર દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે કર્ણાટકના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારની ધરપકડ કરી હતી. ઇડીની ધરપકડ ટાળવા માટે, શિવકુમારે કર્ણાટક હાઇકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે નકારી હતી. આ પછી, શિવકુમાર શુક્રવારે ઇડી સમક્ષ હાજર થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.