અયોધ્યા રામમંદિર/ અયોધ્યા રામમંદિર : પીએમ મોદીના નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ, ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનું વિધાન

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પીએમ મોદીએ નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ કર્યો છે.

Top Stories India
Mantay 18 1 અયોધ્યા રામમંદિર : પીએમ મોદીના નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ, ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનું વિધાન

અયોઘ્યા :  રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં રામલ્લાની પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ અયોધ્યામાં યોજાઈ રહ્યો છે. પીએમ મોદી દ્વારા મંદિરમાં અભિષેક કરવામાં આવશે. રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પીએમ મોદીએ 11 દિવસના વિશેષ અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો છે. આજે અનુષ્ઠાનનો પ્રથમ દિવસ છે. પીએમ મોદીએ નાસિક ધામ પંચવટીથી અનુષ્ઠાનની શરૂઆત કરી.  આ વિશેષ સ્થાન છે જ્યાં ભગવાન શ્રી રામે લાંબો સમય વિતાવ્યો હતો. અનુષ્ઠાનના પ્રથમ દિવસે પીએમ મોદીએ ભાવુક થઈ એક ઓડિયો મેસેજ શેર કર્યો. આ ઓડિયો મેસેજમાં તેઓ કહી રહ્યા છે ‘હું ભાવુક છું, જીવનમાં પહેલીવાર આ પ્રકારની લાગણીઓનો અનુભવ કરી રહ્યો છું’

Cap 2 2 અયોધ્યા રામમંદિર : પીએમ મોદીના નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ, ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનું વિધાન

ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનનું વિધાન

હિંદુ પરંપરાઓમાં હવન, યજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા જેવા ધાર્મિક કાર્ય કરતા પહેલા અનુષ્ઠાન એટલે કે ઉપવાસ કરવાનું મહત્વ છે. દરેક વ્યક્તિ ધાર્મિક વિધિનો ભાગ બને ત્યારે અનુષ્ઠાન કરી શકે છે. અનુષ્ઠાનમાં ધાર્મિક વિધાન મુજબ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. શક્ય બને ત્યાં સુધી વ્યક્તિએ ધાર્મિક આચરણનું પાલન કરતા જમીન પર સૂવું, વહેલા જાગવું, ભગવાનની પ્રાર્થના કરવી, જપ અને ધ્યાન કરવું, શાંત રહેવું, દિવસ દરમિયાન થોડો સમય મૌન રહેવું, ઓછું અને માત્ર સાત્વિક ખોરાક લેવો, ધાર્મિક ગ્રંથોનું વાંચન, સ્વચ્છતા જાળવવી અને પોતાના વ્યક્તિગત કામો જાતે કરવા જેવા કાર્યો કરવાના હોય છે.

21 1680146464 અયોધ્યા રામમંદિર : પીએમ મોદીના નાસિક ધામ પંચવટીથી આજથી અનુષ્ઠાનનો આરંભ, ધાર્મિક વિધિ પહેલા અનુષ્ઠાનું વિધાન

પીએમ મોદી અનુષ્ઠાનના પ્રથમ દિવસે પૂજારીઓ દ્વારા ગાવામાં આવતા સ્તોત્રોમાં ભાગ લેતા અને રામાયણ મહાકાવ્યની કથા સાંભળતા જોવા મળ્યા. પંચવટી એ સ્થાન છે જ્યાં રામાયણની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. આ સ્થાન પર ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજીએ કેટલાક વર્ષો દંડકારણ્ય જંગલમાં વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ થાય છે પાંચ વટવૃક્ષોની જમીન. ભગવાન રામે અહીં તેમની ઝૂંપડીની સ્થાપના કરી હતી કારણ કે પાંચ વટવૃક્ષોની હાજરી આ વિસ્તારને વધુ શુભ બનાવે છે.

PM મોદી ‘હું ભાગ્યશાળી છું’

22 જાન્યુઆરીએ યોજાનારી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટમાં આ માહિતી આપી. ટ્વીટમાં તેમણે કહ્યું કે ‘હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને જીવનના અભિષેક દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સાધન બનાવ્યું છે. આને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. આ ક્ષણે, મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે…’

રામભક્તોને આપ્યો સંદેશ

અયોધ્યામાં રામ મંદિરમાં ‘પ્રાણપ્રતિષ્ઠા’ પૂર્વે તેમના વિશેષ અનુષ્ઠાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રામ ભક્તોને વિશેષ સંદેશ આપ્યો. પીએમ મોદીએ શુક્રવારે દેશવાસીઓને પોતાનો ઓડિયો સંદેશ જાહેર કરતા દેશના તમામ રામ ભક્તોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી માત્ર 11 દિવસ બાકી છે. આજથી તેઓ 11 દિવસની વિશેષ ધાર્મિક વિધિ અનુષ્ઠાન શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ કામ માટે દેશવાસીઓ પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં જશે ત્યારે તમામ દેશવાસીઓની તાકાત તેમની સાથે હશે.


આ પણ વાંચો: યુક્રેનના હાથ મજબૂત કરશે બ્રિટન, બ્રિટિશ PM ઋષિ સુનકે ઝેલેન્સકી સાથે મુલાકાત કરી, આર્થિક મદદની જાહેરાત કરી

આ પણ વાંચો:Arvind Kejriwal/દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા

આ પણ વાંચો:Haridwar/વધુ 4 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ રહેશે: હરિદ્વારમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની અસર, હર કી પૌરી પર મૌન

આ પણ વાંચો:Ayodhya Ram Temple/કાંચી મઠના શંકરાચાર્યએ રામલલાના અભિષેકને લઈને આપ્યું નિવેદન, કહ્યું- PM મોદી તેમાં વિશ્વાસ કરે છે