ઉત્તરપ્રદેશ/ લખનઉમાં પતિ એ જાહેર રસ્તા પર જ પત્ની પર ચાકૂના ઘા ઝીંક્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

લખનઉમાં જાહેર રસ્તા પર જ પતિએ પત્નીને ચાકૂના ઘા ઝીંકયા. સીસીટીવીમાં કેદ થયેલ ઘટનામાં દેખાય છે કે એક પાગલ શખ્સ રસ્તા પર બેસેલ મહિલા પર છરી વડે હુમલો કરી રહ્યો છે.

Top Stories India
Mantay 19 1 લખનઉમાં પતિ એ જાહેર રસ્તા પર જ પત્ની પર ચાકૂના ઘા ઝીંક્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ઉત્તરપ્રદેશ : લખનઉ ઉત્તરપ્રદેશની રાજધાની છે. લખનઉમાં જાહેર રસ્તા પર જ પતિએ પત્નીને ચાકૂના ઘા ઝીંકયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટવી ફૂટેજમાં દેખાય છે કે એક પાગલ શખ્સ રસ્તા પર બેસેલ મહિલા પર છરી વડે હુમલો કરી રહ્યો છે. આ ઘટના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ડાલીગંજની છે.

લખનઉમાં પાગલ પતિએ પોતાની જ પત્ની પર છરી વડે અનેક વાર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો ફૂટેજ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મહિલા શાકભાજી ખરીદવા માટે ગાડીમાં શાકભાજી વેચનાર પાસે જાય છે. ત્યારે પીળા રંગનું જેકેટ પહેરેલો એક વ્યક્તિ આવે છે અને મહિલાનું મોં દબાવી દે છે અને પાછળથી છરી વડે તેનું ગળું કાપવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે તેનું ગળું કાપવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેણે તેના પેટ, છાતી અને ગરદન પર એક પછી એક છરી વડે હુમલો કરે છે ત્યારબાદ મહિલા લાચાર બનીને રસ્તા પર પડી હતી.

રસ્તા પર લોહિલુહાણ હાલતમાં પડેલ મહિલાને ત્યાં આસપાસના સ્થાનિક લોકો હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલાની હાલત અત્યારે સારી છે. ચાકુ વડે હુમલો થવા છતાં તેનો જીવ બચાવી શકાયો છે. જ્યારે મહિલા પર હુમલો કરનાર તેનો પતિ ફરાર થઈ ગયો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, દાલીગંજના બરૌલિયામાં રહેતી સુમન નિષાદ રવિવારે સવારે દાલીગંજના લંબેશ્વર પાર્ક પાસે શાકભાજી ખરીદવા ગઈ હતી. ત્યારબાદ પત્નીની હત્યા કરવાના ઈરાદે એક શખ્સ છરી લઈને ઘરની બહાર આવ્યો હતો અને તેનો પીછો કરતાં તે શાકભાજીની ગાડી પાસે પહોંચ્યો હતો જ્યાં મહિલા સુમન શાકભાજી ખરીદતી હતી.

આ પછી પીડિતા સુમન નિષાદના પતિ બ્રિજમોહન નિષાદે તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. આ મામલે હસનગંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બ્રિજેશ સિંહનું કહેવું છે કે પીડિતા સુમનના પુત્ર રાહુલ નિષાદની ફરિયાદ પર પાગલ પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ ફરાર થયેલા પતિની તપાસ દરમિયાન લખનૌના કૈસરબાગ બસ સ્ટેન્ડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.