Arvind Kejriwal/ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ જારી કરતા 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

Top Stories India
Mantay 17 દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી ઈડીની પસ્તાળ પડી છે. EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યું છે. EDએ દિલ્હીના મુખ્યમંત્રીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલને દારૂ નીતિ કેસમાં મોકલવામાં આવેલ ચોથા સમન્સ પહેલા 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીએ ત્રણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા છતાં તેમણે પૂછપરછમાં ભાગ લીધો ન હતો.

Capture 12 દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા

સમન્સ રાજકારણ પ્રેરિત

EDએ મોકલેલ આ ચોથા સમન્સ બાદ પણ અરવિંદ કેજરીવાલ હાજર થશે છે કે નહીં તે જોવાનું રહેશે. છેલ્લા સમન્સ બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે તેઓ EDને સહકાર આપવા માંગે છે પરંતુ આ EDનું સમન્સ રાજકારણ સાથે સંબંધિત છે. આ ચોથા સમન્સ અંગે આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ED દ્વારા પૂછપરછ માટે સતત સમન્સ જારી કરવાને લઈને આમ આદમી પાર્ટી કેન્દ્રની રાજકીય ચાલ ગણાવતા અરવિંદ કેજરીવાલની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. જોED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે. પૂછપરછના બહાને EDની ઓફિસ બોલાવીને કેજરીવાલની ધરપકડ કરવાનો તેમનો ઇરાદો છે તેમ AAPનું કહેવું છે.

ધરપકડની આશંકા

AAP નેતાઓએ દાવો કર્યો હતો કે ED આજે અરવિંદ કેજરીવાલના આવાસ પર દરોડા પાડી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે. દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો હતો કે ED આજે કેજરીવાલના ઘરે દરોડા પાડી શકે છે, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.

Capture 1 10 દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને EDનું ચોથી વખત સમન્સ, ધરપકડની આપની આશંકા

ભાજપના પ્રહાર

AAPના આ આરોપો પર ભાજપે પણ પ્રહારો કર્યા છે. બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પોતાને કાયદાથી ઉપર માને છે. આતિશી અથવા અન્ય AAP નેતાઓને રસપ્રદ વાર્તાઓ બનાવવાની મજા આવે છે. તેમના માટે કાયદો મહત્વનો નથી. આથી જ કાયદાકીય પ્રક્રિયાથી તેઓ દૂર ભાગતા સમન્સની સતત અવગણના કરી રહ્યા છે

દારૂ કૌભાંડમાં સમન્સ

આ વર્ષે 16 એપ્રિલે EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. આ પછી, 18 ડિસેમ્બરે, EDએ તેમને ફરીથી સમન્સ જારી કર્યા અને તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું, પરંતુ સીએમ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની….. 

આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી