રાજીનામું/ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહે આપ્યું રાજીનામું,આવતીકાલે નવા મુખ્યમંત્રીની પસંદગી થશે

સીએમ તીરથના રાજીનામા બાદ નવા કેબિનેટની રચના અંગે ચર્ચા શરૂ થઇ છે નવા મુખ્યમંત્રીની સાથે નવા મંત્રીમંડળ પણ શપથ લેશે.

Top Stories
thirthsing ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહે આપ્યું રાજીનામું,આવતીકાલે નવા મુખ્યમંત્રીની પસંદગી થશે

શુક્રવારે સાંજે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે  તેમણે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું. ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય શનિવારે વિધાનસભાની બેઠકમાં લેવામાં આવશે. તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ મદન કૌશિક, મંત્રીમંડળના ઘણા સભ્યો અને ધારાસભ્યો પણ હતા. અગાઉ સીએમ તીરથસિંહ રાવતે  મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી ન હતી, પરંતુ તેમની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જો સૂત્રોની વાત માનીએ તો, આ વખતે ભાજપ હાઈકમાન્ડની બેઠકમાં ધારાસભ્યોમાંથી જ કોઇને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમ તીરથના રાજીનામા બાદ નવા કેબિનેટની રચના અંગે ચર્ચા શરૂ થઇ છે નવા મુખ્યમંત્રીની સાથે નવા મંત્રીમંડળ પણ શપથ લેશે. નવી કેબિનેટમાં નવા કેટલા હશે અને જૂના કેટલા હશે તે જોવાનું રહ્યું., આ અંગે ચર્ચા ચાલી રહી છે . શું નવા મુખ્યમંત્રી આખા મંત્રીમંડળ સાથે અથવા થોડા મંત્રીઓ સાથે શપથ લેશે તે પણ જોવાનું રહેશે. જો કે, ચૂંટણીનું વર્ષ હોવાથી મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવના પાતળી છે. ત્રિવેન્દ્ર સરકારમાં મંત્રીઓની ત્રણ જગ્યાઓ ખાલી પડી હતી . તે જગ્યાઓ તીરથ રાવત સરકારમાં ભરાઈ હતી.