Not Set/ દેશમાં કોરોનાના નવા કેસો સ્થિર, છેલ્લા 24 કલાકમાં 43 હજાર કેસો

છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 56 હજારથી વધુ નોંધાયા છે.

Top Stories
corona 111 દેશમાં કોરોનાના નવા કેસો સ્થિર, છેલ્લા 24 કલાકમાં 43 હજાર કેસો

દેશમાં કોરોનાના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે ,ભારતમાં કોરોનાની સ્થિતિ હવે કંટ્રોલમાં છે તેને ધ્યાનમાં લઇને દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનમાં શરતી છૂટછાટ આપવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇનનું અમલીકરણ  સાથે લોકડાઉન અનલોક કરવામાં આવી રહ્યું છે.ભારતના તમામ રાજ્યોમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના નવા 43 હજાર કેસો નોધાયા છે.

corona123 દેશમાં કોરોનાના નવા કેસો સ્થિર, છેલ્લા 24 કલાકમાં 43 હજાર કેસો

24 કલાકમાં ફરી 43 હજાર કેસ
24 કલાકમાં રિકવરી 56 હજારથી વધુ
કેરળમાં 96 કલાકમાં 52 હજાર કેસ
કેરળમાં ફરી 12 હજારથી વધુ નવા કેસ
દેશમાં 24 કલાકમાં 18.80 લાખ ટેસ્ટ

ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસો સ્થિર જોવા મળી રહ્યા છે.હાલ દેશમાં કોરોના ક્રમશ ઘટી રહ્યો હોવાથી સરકારે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે.કોરોના મહામારી માટે વેક્સિન જ એક માત્ર વિકલ્પ છે,જેના લીધે દેશમાં પુરજોશમાં વેક્સિનેશન કેમ્પ ચાલી રહ્યા છે. છેલ્લા 24  કલાકમા્ં કોરોનાના નવા સંક્રમણના કેસો 43 હજાર નોંધાયા છે. કોરોના કેસો ઘટી રહ્યા છે ,કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 56 હજારથી વધુ નોંધાયા છે.

કેરળમાં કોરોનાની સ્થિતિ થોડી ચિંતાજનક છે ,છેલ્લા 96 કલાકમાં કોરોનાના 52 હજાર કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 12 હજાર કોરોના સંક્રમણના નવા કેસો નોંધાયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 18.80 લાખ ટેસ્ટિંગ થયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી પરતું હવે કોરોનાના કેસો ક્રમશ ઘટી રહ્યા છે.