Bonsai Show/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂક્યો

‘બોનસાઇ શો’ની વિશેષતાની વાત કરવામાં આવે તો, આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે. આ તમામ….

Top Stories Gujarat
Beginners guide to 2024 03 04T135101.066 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત 'બોનસાઇ શો' ને ખુલ્લો મૂક્યો

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત ‘બોનસાઇ શો’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ ‘બોનસાઇ શો’ નું આયોજન કરાયું છે, જેની શહેરીજનો તા.4 માર્ચથી તા.10 માર્ચ સુધી મુલાકાત લઈ શકશે.

WhatsApp Image 2024 03 04 at 1.49.33 PM 2 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત 'બોનસાઇ શો' ને ખુલ્લો મૂક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બોનસાઈ શો’માં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ નવા બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સને નિહાળી મુખ્યમંત્રીએ સૌને બિરદાવ્યા હતા.

‘બોનસાઇ શો’ની વિશેષતાની વાત કરવામાં આવે તો, આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે. આ તમામ વૃક્ષો 10થી 200 વર્ષ સુધી આયુષ્ય ધરાવે છે. આ ઉપરાંત આ તમામ પ્લાન્ટ્સનું પ્રદર્શન ઝેન ગાર્ડન (જાપાનીઝ ગાર્ડન)ની ડિઝાઈન પર તૈયાર કરાયું છે.

WhatsApp Image 2024 03 04 at 1.49.33 PM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત 'બોનસાઇ શો' ને ખુલ્લો મૂક્યો

આ ‘બોનસાઇ શો’માં ઓલિવ, ફાયકસ, એડનિયમ, વડ, પીપળો, ખાટી આંબલી, નિકાડેવિયા, ઝેડ પ્લાન્ટ, પીપળ, ગૂગળ, લેગોસ્ટ્રોમીયા, આલ્ફીજીયા સહિતના અનેક પ્રકારના બોનસાઇ વૃક્ષો જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તેને અલગ અલગ આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે. સાત દિવસ સુધી ચાલનારા આ શોની ટિકિટ વ્યક્તિ દીઠ રૂ.50 રખાઈ છે.

આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃનીતા અંબાણીએ પુત્ર અનંતના પ્રિ-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર રજૂઆત કરી

આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં

આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન