ગુજરાત/ સુરતમાં મોબાઈલ ચોર પોલીસ સંકજામાં : આ રીતે કરતો હતો મોબાઈલ ચોરી

પોતાના મિત્ર સાથે તે બાઈક પર જઈને રાહદારી વાહનચાલકોના મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતો હતો.

Gujarat Surat
સુરત

સુરતના ઉમરા તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર એસોજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો હતો.

સુરત એસ.ઓ.જી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉમરા થતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્ટેચિંગના ગુનામાં ત્રણ વર્ષથી ભાગ તો ફરતો આરોપી તબરેજ લાલમિયા મસ્જિદ કાંકરા મોહલ્લા પાસે ફરી રહ્યો છે. તેથી પોલીસે આરોપી તબરેજ ને લાલમિયા મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી તબરેજની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેને પોતાના મિત્ર સાથે તે બાઈક પર જઈને રાહદારી વાહનચાલકોના મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેને તેના મિત્ર ઓસામાં સાથે મળીને ઉમરા વિસ્તારમાં રામચોકથી શિવાજીનગર જતા રોડ પર બે રાહદારીના મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. ત્યારબાદ કઠોદરા વિસ્તારમાં જુના આરટીઓ પાસે ઓવરબ્રિજ પર એક રાહદારીનો મોબાઇલ સ્નેચિંગ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં ઓસામામાં નામનો ઈસમ મોબાઈલ ફોન સાથે પોલીસના હાથે ઝડપાયો હતો.

આ પણ વાંચો : લાલુ પ્રસાદ યાદવની તબિયત પહેલા કરતા સારી, દિલ્હી ખસેડવાની તૈયારીઓ