વિરોધ પ્રદર્શન/ ખાનગીકરણના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી બેન્કોમાં હડતાળ

બે દિવસની હડતાળ બાદ બે દિવસ શનિ-રવિ હોવાના કારણે ચાર દિવસ બંધ રહેશે બેંકો

Gujarat
Untitled 40 5 ખાનગીકરણના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી બેન્કોમાં હડતાળ

ખાનગીકરણના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી બેન્કોમાં હડતાળની સાથે સ્ટાફ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આજે વહેલી સવારે બેંકના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બે દિવસની હડતાળ બાદ બે દિવસ શનિ-રવિ હોવાના કારણે ચાર દિવસ બેંકો બંધ રહવાની હોવાથી કરોડો રૂપિયાના હિસાબી વહીવટ અટકી પડવાની આશંકા છે.

ખાનગીકરણના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી બેન્કોમાં હડતાળની સાથે સ્ટાફ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આગામી દિવસોમાં ખાનગીકરણ નહીં અટકાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ બેંક કર્મચારીઓએ ઉચ્ચારવાની સાથે હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો

આજે વહેલી સવારે બેંકના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બેંકના કર્મચારીઓએ શહેરની બેંક ઓફ બરોડા ખાતે એકત્ર થઇને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 600થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં બે દિવસની હડતાળ બાદ બે દિવસ શનિ-રવિ હોવાના કારણે ચાર દિવસ બેંકો બંધ રહવાની હોવાથી કરોડો રૂપિયાના હિસાબી વહીવટ અટકી પડવાની આશંકા છે.