ક્રિકેટ/ વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત…

બંને ટીમો વચ્ચે 18 થી 22 ડિસેમ્બર દરમિયાન કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની હતી.

Top Stories Sports
111112222221111 વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત...

પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ODI સિરીઝ મુલતવી રાખવામાં આવી છે. પીસીબી અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ગુરુવારે કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પાંચ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણ મેચની ODI સિરીઝ આવતા વર્ષે જૂન સુધી લંબાવવામાં આવી છે. બંને ટીમો વચ્ચે 18 થી 22 ડિસેમ્બર દરમિયાન કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની હતી.પરતું હવે હાલ સ્થગિત કરવામાં આવી છે

 

 

વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ બાકીના 15 ખેલાડીઓ અને 6 સહાયક સ્ટાફ માટે રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પછી ગુરુવારે બંને દેશો વચ્ચે છેલ્લી T20 મેચ રમવાની પરવાનગી આપવામાં આવી હતી. પાકિસ્તાને ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ જાળવી રાખી છે.

વેસ્ટ ઈન્ડિઝ 21 ખેલાડીઓ સાથે પાકિસ્તાનના પ્રવાસે આવ્યું હતું. તેના છ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય એક ખેલાડી ડેવોન થોમસ પ્રથમ ટી20 મેચમાં આંગળીમાં ઈજાના કારણે બહાર છે. હવે વેસ્ટ ઈન્ડિઝના 14 ખેલાડીઓ રમવા માટે ઉપલબ્ધ છે.