Not Set/ સીએમ રૂપાણીએ ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને જાહેર કર્યા ૧૬ અછતગ્રસ્ત તાલુકા

અમદાવાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્ય માં કચ્છ જિલ્લા ના 10 તાલુકા સહિત બનાસકાંઠા ના 4 પાટણ નો 1 અને અમદાવાદ ના 1 એમ 16 તાલુકાઓ માં ઓછા વરસાદ ની સ્થિતિ ધ્યાને લઈને 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ તાલુકાઓમાં પશુઓ માટે ઘાસ ચારો. ખેડૂતોને પાણી તેમજ રોજગારીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મહેસુલ […]

Gujarat Trending
ru સીએમ રૂપાણીએ ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને જાહેર કર્યા ૧૬ અછતગ્રસ્ત તાલુકા

અમદાવાદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્ય માં કચ્છ જિલ્લા ના 10 તાલુકા સહિત બનાસકાંઠા ના 4 પાટણ નો 1 અને અમદાવાદ ના 1 એમ 16 તાલુકાઓ માં ઓછા વરસાદ ની સ્થિતિ ધ્યાને લઈને 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

આ તાલુકાઓમાં પશુઓ માટે ઘાસ ચારો. ખેડૂતોને પાણી તેમજ રોજગારીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

મહેસુલ મંત્રી કૌશિક ભાઈ પટેલે આ અંગેની વિગતો આપતા કહ્યુંકે મુખ્યમંત્રી પશુધન ખેડૂતો સહિત ઓછા વરસાદની પરિસ્થિતિથી સતત ચિંતિત છે .

તેમની સમક્ષ  ખેડૂતો અને લોક આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ તરફથી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઓછા વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની રજૂઆતો આવતી રહે છે.

આ સંદર્ભમાં વિજયભાઈ રૂપાણીએ મુખ્યસચિવ ડો.જે એન સિંહ અને મહેસુલ વિભાગને આ વિસ્તારોમાં થયેલા વરસાદ અને અન્ય વિગતો મેળવી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા સૂચનાઓ આપી છે.

મહેસુલ મંત્રીએ જણાવ્યું કે આ અહેવાલ મળ્યા બાદ મુખ્યમંત્રી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરીયાત મુજબ મદદ અંગેની  કાર્યવાહી અને નિર્ણયો કરશે.

મહેસુલ મંત્રીએ રાજ્યમાં પશુધન  ખેડૂતો  પાણીની  વ્યવસ્થા એમ બધી જ બાબતો અંગે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમથી યોગ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ છે.

તેમણે આ સમગ્ર સંવેદનશીલ વિષયો પર કોઈ રાજકારણ ન કરવા  પણ અપીલ કરી છે.